ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : આ વેપારીએ મહાદેવને ચડાવ્યો 15 મીટરનો સાફો, 2 દિવસમાં તૈયાર કર્યો અનોખો સાફો

અહેવાલ - રહિમ લાખાણી પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સૌ કોઈ મહાદેવને રિઝવવા માટે અલગ-અલગ પ્રયાસ કરી રહ્યાં છે. કોઈ મહાદેવને જળાભીષેક કરી રહ્યા છે તો કોઈ મહાદેવને મધ, બિલિપત્ર સહિતની વસ્તુઓ અર્પણ કરીને રિઝવવા માટે પ્રયાસ કરી રહ્યા...
10:11 AM Aug 29, 2023 IST | Hardik Shah

અહેવાલ - રહિમ લાખાણી

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સૌ કોઈ મહાદેવને રિઝવવા માટે અલગ-અલગ પ્રયાસ કરી રહ્યાં છે. કોઈ મહાદેવને જળાભીષેક કરી રહ્યા છે તો કોઈ મહાદેવને મધ, બિલિપત્ર સહિતની વસ્તુઓ અર્પણ કરીને રિઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકોટના એક વેપારીએ મહાદેવને 15 મીટરનો સાફો બનાવીને મહાદેવને અર્પણ કર્યો છે. જેની ચર્ચા અત્યારે ચારે તરફ થઈ રહી છે.

રાજકોટના સંજયભાઈ જેઠવા નામના વેપારીએ ઈશ્વરિયા મહાદેવને 15 મીટરનો સાફો અર્પણ કર્યો છે. માધાપાર ગામ નજીક આવેલા ઈશ્વરિયા મહાદેવના મંદિરમાં આ સાફો મહાદેવને અર્પણ કરવામાં આવ્યો છે. જ્યાં તેમને આ સાફો શ્રદ્ધાથી અર્પણ કર્યો છે. સંજયભાઈને આ સાફો બનાવવામાં 2 દિવસનો સમય લાગ્યો હતો. મોટાભાગે 21-22 ઈંચના માથાની રીંગ બનાવીને સાફો બનાવવામાં આવે છે. જે સાફો 7 મીટરના કાપડમાંથી તૈયાર થઈ જાય છે. પણ સંજયભાઈએ આ સાફો મોટો બનાવ્યો છે અને આ સાફો 15 મીટરના કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.

સંજયભાઈની ઈચ્છા હતી કે તેઓ શ્રદ્ધાથી મહાદેવને સાફો અર્પણ કરે. સંજયભાઈ છેલ્લા 10 વર્ષથી દર શ્રાવણ મહિનામાં પોતાના ઘરેથી ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવા માટે જાય છે. ત્યારે આ વર્ષે તેને મહાદેવને સાફો અર્પણ કરવાની હતી. જેથી તેઓ એ શ્રદ્ધાથી આ સાફો બનાવ્યો હતો અને સોમવારે મહાદેવને અર્પણ કર્યો છે.

આ પણ વાંચો - નિરાધાર બાળકોને નવું જીવન આપવા સુરતના કેટલાક સેવા ભાવિ લોકોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
15-meter saffron to MahadevbusinessmanRajkot NewsShravanShravan MasShravan Monthunique saffron
Next Article