ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ : રાજપૂતાણીઓના શૌર્ય સમાન રાસ,100 જેટલી ક્ષત્રાણીઓ દ્વારા આકર્ષક તલવાર રાસ

કોમળ હાથોથી નીતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે મા ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય છે. આવા ખમીરવંતા ભારતમાં નારીની દેવીસ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે. રાજકોટમાં પેલેસ રોડ...
11:40 AM Oct 17, 2023 IST | Maitri makwana

કોમળ હાથોથી નીતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે મા ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય છે. આવા ખમીરવંતા ભારતમાં નારીની દેવીસ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિયાણીઓએ રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો. ચાલુ બાઇક પર ઊભાં રહી ક્ષત્રિયાણીઓએ તલવાર સમણતા મા દુર્ગા આવ્યાં હોય તેવાં સાક્ષાત દૃશ્યો જોવાં મળશે. તેમજ આ વખતે મહિલાઓ દ્વારા એક ખાસ રાજપુત પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીપ ચલવાતા ચલાવતા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો.

રાજકોટના રાજવી પેલેસમાં એકસાથે 100 જેટલી બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. ત્રીજા નોરતે અને છઠ્ઠા નોરતે એમ બે દિવસ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. એકસાથે 100 જેટલી રાજપૂત બહેનો તલવાર રાસ રમી. જેમાં તેઓ બાઇક પર સવાર થઇ તલવાર રાસ રમી ઉપસ્થિત સૌકોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી આ ઉપરાંત બહેનોએ થાળી અને ટિપ્પણી રાસ સહિતના પણ રજૂ કરવામાં આવ્યા.

હાલ રાજવી પેલેસ ખાતે મહિલાઓ રાસની રમજટ બોલાવી હતી. દરમિયાન રાજવી પરિવારનાં મહારાણી કાદમ્બરી દેવી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ગરબા એટલે કઈ ત્રણ તાળી નહીં, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ જોવા છે અને અલગ રીતે ગરબા રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજપૂતાણીઓનું અદભુત શૌર્ય જોવા મળશે. કોઈ વિચારી પણ ન શકે એવાં કરતબ દર વર્ષે નવરાત્રિમાં યોજવામાં આવે છે.

આ પણ વાંચો -  અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ !

Tags :
GujaratNavratriRAJKOTrasras-garba
Next Article