Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ રસમ, ઈડલી અને સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખો

ખીરુ બનાવવા માટે શું કરશો?૩ વાટકી કપાતી પાકા ચોખા, ૧ વાટકી છલોછલ અડદની દાળ, ૧ ચમચી મેથી દાણા બઘું બરાબર ઘોઇને 8-10 કલાક પલાળી લો.તે બાદ મિકસીમાં પીસી 5 કલાક માટે આથો આવવા દો.પછી તેમાં મીઠું મિક્સ કરો.હવે ઈડલૂ સ્ટેન્ડમને તેલથી ગ્રીસ કરેલ પ્લેટમાં ભરી 10 મિનિટ બાફી લો.ઈડલી ઠંડી થાય એટલે પ્લેટમાંથી કાઢી રસમમાં ડીપ કરો. રસમ બનાવવા માટેની રીત:3 વાટકી તુવેરની દાળનું પાણી અથવા સાદું પાણી લો.હવે
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ રસમ  ઈડલી અને સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખો
Advertisement
ખીરુ બનાવવા માટે શું કરશો?
  • ૩ વાટકી કપાતી પાકા ચોખા, ૧ વાટકી છલોછલ અડદની દાળ, ૧ ચમચી મેથી દાણા બઘું બરાબર ઘોઇને 8-10 કલાક પલાળી લો.
  • તે બાદ મિકસીમાં પીસી 5 કલાક માટે આથો આવવા દો.
  • પછી તેમાં મીઠું મિક્સ કરો.
  • હવે ઈડલૂ સ્ટેન્ડમને તેલથી ગ્રીસ કરેલ પ્લેટમાં ભરી 10 મિનિટ બાફી લો.
  • ઈડલી ઠંડી થાય એટલે પ્લેટમાંથી કાઢી રસમમાં ડીપ કરો.
 રસમ બનાવવા માટેની રીત:
  • 3 વાટકી તુવેરની દાળનું પાણી અથવા સાદું પાણી લો.
  • હવે 2 ટમેટા, સહેજ આમલી, મીઠે લીમડો અને કોથમીર લઈ બઘું મિકસીમાં પીસી લો. 
  • તેને તુવેરની દાળના પાણીમાં નાખી, 2 ચમચી રસમ પાઉડર, હળદર, મીઠું નાખવું પછી બરાબર ઉકાળવું.
  • પછી એક કડાઈમાં તેલ,રાઇ, હીંગ, મરચું નાખી વઘાર કરવો.
                                
ચટણી બનાવવા માટેની રીત:
ખમણેલું નાળિયેર, દાળિયા, મરચાં, આદું, કોથમીર, મીઠેલીમડો અને મીઠું સ્વાદમુજબ નાખીને તેને પીસી લો. ત્યાર બાદ તેનો નીચે મુજબ વઘાર કરી લો.
વઘાર માટે: 
તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઇ, જીરુ, અડદની દાળ, લીમડો અને લાલ મરચું તતડાવી આ વઘાર ચટણીમાં રેડી મિક્સ કરી લો.
તો તૈયાર છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ રસમ, ઈડલી અને સ્વાદિષ્ટ ચટણી....
Tags :
Advertisement

.

×