Rajkot : સસ્પેન્ડેડ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે BJP શહેર પ્રમુખે માગી માફી!
- BJP નાં સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવાનો મામલો
- આવાસ કૌભાંડની તપાસમાં પણ હજી સુધી કંઈ થયું નથી : કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત
- ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કરતા શહેર પ્રમુખે માફી માગી
- જાણતા-અજાણતા ભૂલ થઈ તે બદલ માફી માગુ છું : મુકેશ દોશી
રાજકોટ શહેર ભાજપ (Rajkot BJP) ફરી વિવાદમાં ધકેલાયું છે. શહેર ભાજપનાં નિર્ણયથી અનેક સવાલ ઊભા થયા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને (Congress) ભાજપ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે. આવાસ કૌભાંડમાં સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાતા વિવાદનો મધપૂડો છેડાયો છે. સવાલ થઈ રહ્યા છે કે શું આવાસ કૌભાંડમાં (Housing Scam) સસ્પેન્શન માત્ર નામનું જ હતું ?
સદસ્યતા અભિયાનમાં સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જવાબદારી સોંપાતા સવાલ
વિગતે વાત કરીએ તો, આવાસ કૌભાંડમાં ભાજપમાંથી બે મહિલા કોર્પોરેટર વોર્ડ નંબર 5 નાં વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 6 નાં કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવને સસ્પેન્ડ કરાયાં હતાં. કૌભાંડમાં નામ ખુલતા આ બંને મહિલા કોર્પોરેટર્સને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં હતાં. જો કે, હવે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનમાં આ સસ્પેન્ડેડ બંને મહિલા કોર્પોરેટરોને (Suspended Corporators) જવાબદારી સોંપાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, શું કોર્પોરેટરનું સસ્પેન્શન માત્ર પ્રકરણ દબાવવા માટેનું એક નાટક હતું ? સસ્પેન્ડ કર્યા બાદ રાજકોટ મનપા (Rajkot) દ્વારા પણ કોર્પોરેટર્સ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો - Doctor's Strike : BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ ફરી હડતાળ પર, સિવિલમાં પણ વિરોધના સૂર!
આવાસ કૌભાંડની તપાસમાં પણ હજી સુધી કંઈ થયું નથી : મહેશ રાજપૂત
આ અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું (Mahesh Rajput) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આના પરથી સાબિત થાય છે કે લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી લોકોને સસ્પેન્ડ કરાય છે. આ લોકોને ક્યારેય સસ્પેન્ડ કર્યા જ નથી, તમામ જગ્યાએ જોવા જ મળે છે. આ બંને મહિલા કોર્પોરેટર લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ ખુલ્લેઆમ જોવા મળતા હતા. મહેશ રાજપૂતે આક્ષેપ કરતા આગળ કહ્યું કે, બંને સામે ચાલી રહેલી આવાસ કૌભાંડની તપાસમાં પણ હજી સુધી કંઈ થયું નથી. કેમ કોર્પોરેટર તરીકે ડિસ્ક્વોલિફાઈ ન કરાયાં ? કેમ માત્ર પક્ષમાંથી જ સસ્પેન્ડ કરાયાં ? આ સવાલોનો જવાબ ભાજપ પ્રમુખે આપવો જોઈએ.
આ પણ વાંચો - Ahmedabad : પૂરઝડપે કાર હંકારતો નબીરો અન્ય કાર સાથે અથડાયો, બેનાં મોતની આશંકા, નિકોલમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર, શહેર પ્રમુખે માગી માફી
બીજી તરફ ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) આ અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. આ અહેવાલ સામે આવતાં રાજકોટ (Rajkot) શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ (Mukesh Doshi) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે સસ્પેન્ડેડ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે માફી માગી હતી. મુકેશ દોશીએ કહ્યું કે, અમારાથી ભૂલ થઇ તે બદલ હું માફી માંગુ છું. અમારી જાણી-અજાણી ભૂલ થઇ છે. અમારી પાર્ટી મોટી છે. સસ્પેન્ડેડ કોર્પોરેટરને કાર્યક્રમોમાં આમંત્રિત કરાતા નથી. તેમણે કહ્યું કે, સસ્પેન્ડેડ કોર્પોરેટર વિરૂદ્ધ જે તપાસ ચાલુ છે તે મનપાનો (RMC) વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 28 રાજ્યમાં 10 કરોડથી વધુ સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે. ગત વખતે 1.19 કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી. ચાલુ વર્ષે 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Vadodara : આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે