Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: ‘ચા’ નું આવું ઘેરણ! ચાલુ વરસાદે ‘ચા’ની ચૂસકી મારતો યુવક, Video થયો Viral

Rajkot: ગુજરાતીઓ ગમે તેવી સ્થિતિ, કે ગમે તે મોસમમાં ચા વિના રહીં શકતા નથી. ગુજરાતીઓને ચાના રસિયા કેવામાં આવે છે. રાજકોટ (Rajkot)ના ઉપલેટામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલું વરસાદમાં રસ્તા પર બેસીને ચા પી રહ્યો છે....
03:34 PM Jul 25, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot Tea Lover Viral Video

Rajkot: ગુજરાતીઓ ગમે તેવી સ્થિતિ, કે ગમે તે મોસમમાં ચા વિના રહીં શકતા નથી. ગુજરાતીઓને ચાના રસિયા કેવામાં આવે છે. રાજકોટ (Rajkot)ના ઉપલેટામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલું વરસાદમાં રસ્તા પર બેસીને ચા પી રહ્યો છે. ભલે ભારે વરસાદ હોય, પાણી ભરેલા હોય પણ ચાના રસિયાઓને ચા પીવા તો જોઈએ જ જોઈએ. અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઉપલેટાના ચાર રસ્તા પાસેનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

ચાલુ વરસાદે પાણી વચ્ચે ‘ચા’ની ચૂસકી મારતો યુવક

રાજકોટ (Rajkot)ના ઉપલેટામાં ચાલુ વરસાદે પાણીની વચ્ચે ચા ની ચૂસકી મારી રહેલ યુવકનો વીડિયો વાયરલ થયો છે. ચા પીવાના રસિયાઓ કોઈપણ પરિસ્થિતિમાં ચા પીતા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ઉપલેટા શહેરમાં પડેલા વરસાદ બાદ ભાદર ચોકની અંદર પાણી વચ્ચે ખુરશી નાખી યુવક ચા પીતો નજરે પડ્યો છે. જેનો વીડિયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વરસાદમાં વરસાદી પાણીની અંદર ખુરશી નાખીને ચા પીતો યુવકનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયામાં માચાવી ધૂમ

ગુજરાતી ગમે ત્યા હોય પણ ચા ને ભૂલી શકતો નથી. તેનું પ્રબળ ઉદાહરણ આ વીડિયો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ યુવકની હરકત પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ યુવક ચાલું વરસાદ અને પાણી વચ્ચે ખુરસી નાખીને તેના પર બેસી ચાની મજા માણતો નજરે પડી રહ્યો છે. લોકો તેને ‘ચાનો ચાહક’, ‘ ચા નો પ્યાસી’ અને ‘ ચા રસિયો’ કરીને સંબોધી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર

આ પણ વાંચો: Pavagadh: હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો, વાદળોથી ઢંકાયો ડુંગર

આ પણ વાંચો: Gujarat: શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી

Tags :
Gujarati Newslocal newsRajkot NewsRajkot Rains UpdateRajkot Viral VideoTea IN RainTEA LOVERVimal PrajapatiVIral Tea Lover Videoviral video
Next Article