Rajkot: કાર ચાલકે બાઈકને મારી ટક્કર, અકસ્માતનાં CCTV સામે આવ્યા, જુઓ વીડિયો
- રાજકોટમાં ફરી કાર ચાલક બન્યો બેફામ
- ટેસ્ટ ડ્રાઇવ માટે રાખેલી સ્કોડા કારે યુવક-યુવતીને ઉડાવ્યાૉ
- નાના માણસો છીએ સ્કોડાવાળા ખર્ચો આપે છેઃ યુવકનાં પિતા
રાજકોટમાં થોડા દિવસ પહેલા સર્જાયેલ અકસ્માતમાં એક યુવકે જીવ ગુપમાવવાનો વારો આવ્યો હતો. વધુ એક બેફામ કાર ચાલકે પુર ઝડપે કાર હંકારી બાઈકને ટક્કર મારી હતી. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે બેફામ કાર ચાલકે બાઈકને ટક્કર મારી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલી સ્કોડા કારે યુવક-યુવતીને ટક્કર મારી હતી.
કારની અડફેટે યુવક અને યુવતી ઈજાગ્રસ્ત
તા. 25 માર્ચનાં રોજ રાજકોટમાં પટેલ ચોકમાં વેલ પાર્ટી પ્લોટ પાસે બેફામ કારે બાઈકને ટક્કર મારી હતી. સ્કોડા શો રૂમનો કર્મચારી કાર ચલાવતો હોવાની શક્યતાઓ છે. કારની અડફેટે બાઈક પરથી યુવતી કારના બોનેટ પર પટકાઈ હતી. તેમજ બાઈક ચાલક યુવક ફૂટપાથ પર ફંગોળાયો હતો. તાલુકા પોલીસની હદમાં આ બનાવ બન્યો હતો. તાલુકા પોલીસની કાર્યવાહી સામે ફરી સવાલો ઉભા થયા છે. પોલીસે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરવામાાં આવ્યો છે. વગ ધરાવતા સ્કોડાનાં માલિકને સમગ્ર ઘટનાને દબાવવા પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચોઃ Gujarat : TET-TAT પાસ ઉમેદવારો હવે આવ્યા અંબાજીમાં માતાજીના શરણે
ઈજાગ્રસ્તોને ગાડી ચાલક દવાખાને લઈ ગયો
દૈનિક ધોકીયા નામનો યુવક અને યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. યુવકને પ્રથમ સિવિલ બાદમાં જલારામ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ બાબતે યુવકનાં પિતાએ કહ્યું હતું કે, નાના માણસો છીએ સ્કોડાવાળા ખર્ચો આપે છે. અને અમારી સાથે જ છે.
આ પણ વાંચોઃ VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના સ્વજનો ભાજપના કોર્પોરેટરના સમર્થનમાં આવ્યા