Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : જિલ્લામાં હવે કોલેરાએ માથું ઉચક્યું, 50 જેટલા કેસ નોંધાતા તંત્ર આવ્યું એક્શનમાં

RAJKOT જિલ્લામાં કોલેરાના કેસથી તંત્ર દોડતું થયું અત્યાર સુધીમાં કોલેરાના 50 કેટલા કેસ નોંધાયા ઉપલેટામાં કોલેરાના વધુ 3 શંકાસ્પદ કેસ શંકાસ્પદના સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ હરકતમાં આરોગ્ય વિભાગની 42 ટીમે હાથધરી તપાસ ગુજરાતમાં...
rajkot   જિલ્લામાં હવે કોલેરાએ માથું ઉચક્યું  50 જેટલા કેસ નોંધાતા તંત્ર આવ્યું એક્શનમાં
  • RAJKOT જિલ્લામાં કોલેરાના કેસથી તંત્ર દોડતું થયું
  • અત્યાર સુધીમાં કોલેરાના 50 કેટલા કેસ નોંધાયા
  • ઉપલેટામાં કોલેરાના વધુ 3 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદના સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા
  • આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ હરકતમાં
  • આરોગ્ય વિભાગની 42 ટીમે હાથધરી તપાસ

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં હવે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં પાણીજન્ય રોગથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. RAJKOT માં બીજી તરફ કોલોરાનો પગ પેસારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોલેરા ફેલાવવાથી હવે તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં કોલરાએ હવે માથું ઉચક્યું છે ત્યારે 50 જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેના કારણે રાજકોટને હવે કોલેરાગ્રસ્ત પણ કહી શકાય છે.

Advertisement

RAJKOT માં કોલેરાના કેસની સંખ્યામાં વધારો થતાં હવે તંત્ર દોડતું થયું

રાજકોટમાં એક બાદ એક જાણે આફતો રોકાવવાનું નામ નથી લઈ રહી. રાજકોટમાં ચોમાસું આવતાની સાથે જ હવે સ્થિતિ વકરી છે. જિલ્લામાં કોલરાએ હવે માથું ઉચક્યું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં કોલેરાના કેસોમાં વધારો થયો છે. જિલ્લામાં કોલેરાના કેસની સંખ્યામાં વધારો થતાં હવે તંત્ર દોડતું થયું છે. ઉપલેટામાં કોલેરાના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને શંકાસ્પદના સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા.

પાણી પુરવઠા વિભાગ દ્વારા 25 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

કોલેરાના આ ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની 42 ટીમે આ કોલેરાને અટકાવવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપલેટા, મેણવદર,નાગવદર મોખાટિંબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે, વધુમાં ગણોદ, વરજાજાળીયા સહિતના ગામોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પાણી પુરવઠા વિભાગ દ્વારા 25 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Kutch BSF: સીમા સુરક્ષા દળે પેટ્રોલિંગ દરમિયાન 11 દિવસમાં 170 Drugs ના પેકેટ કર્યા કબજે

Advertisement
Tags :
Advertisement

.