Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘ખોટો ટાઈમ વેસ્ટ થાય આમાં’ Rajkot જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું અગ્નિકાંડના હુતાત્માઓનું અપમાન

Rajkot: રાજકોટ અગ્નિકાંડમાં અનેક લોકો જીવતા હોમાયા હતા. જેને લઈને હજું સુધી રાજકોટની જનતા આક્રંદ કરી રહીં છે. પરંતુ ખુરશી પર બેઠેલા લોકોને જાણે એ મૃતકનોની કોઈ જ ચિંતા નથી. કારણ કે, રાજકોટ (Rajkot)માં ગઈ કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની...
‘ખોટો ટાઈમ વેસ્ટ થાય આમાં’ rajkot જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું અગ્નિકાંડના હુતાત્માઓનું અપમાન

Rajkot: રાજકોટ અગ્નિકાંડમાં અનેક લોકો જીવતા હોમાયા હતા. જેને લઈને હજું સુધી રાજકોટની જનતા આક્રંદ કરી રહીં છે. પરંતુ ખુરશી પર બેઠેલા લોકોને જાણે એ મૃતકનોની કોઈ જ ચિંતા નથી. કારણ કે, રાજકોટ (Rajkot)માં ગઈ કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ (Rajkot District Panchayat President) પ્રવિણાબેન રંગાણી (Pravinaben Rangani)એ રાજકોટ અગ્નિકાંડના હુતાત્માઓનું અપમાન કરતા શબ્દો બોલ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું કે, ‘ ટાઈમ વેસ્ટ જશે, ટાઈમ વેસ્ટ નહીં થાય આમાં!’

Advertisement

ટાઈમ વેસ્ટ નહીં થાય આમાં! જિલ્લા પંચાયત પ્રમુખ

નોંધનીય છે કે, ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો મનસુખ સાકરીયાએ રાજકોટ અગ્નિકાંડમના મૃતકોને શ્રદ્ધાંજલિ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખે સમય વેસ્ટ જશે તેવા શબ્દો બોલ્યા હતા. આખરે 2 મિનિટના મૌન રાખવામાં જિલ્લા પ્રમુખનો કેટલો સમય વેસ્ટ થવાનો હતો? જો કે, આખરે 2 મિનિટનું મૌન તો રાખવામાં આવ્યું જ હતું પરંતુ જિલ્લા પ્રમુખને લાગે કોઈ વાતની ઉતાવણ હોય તેવો શબ્દો બોલ્યા હતા.

મૃતકોને શ્રદ્ધાંજલિના પ્રસ્તાવને રોકવા તેમણે દલીલો પણ કરી

મહત્વની વાત તો એ છે કે, મૃતકોને શ્રદ્ધાંજલિના પ્રસ્તાવને રોકવા તેમણે દલીલો પણ કરી હતી. તેમણે એવું પણ કહ્યુ હતું કે, અગાઉ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાઈ ગયો હોવાથી સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ ન આપવા જણાવ્યું હતું. પરંતુ આખરે જિલ્લા પંચાયતના તમામ સભ્યો શ્રદ્ધાંજલિ આપવા સહમત થતાં અંતે ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય વેસ્ટ જશે તેવા શબ્દો બોલતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ અત્યારે વિવાદમાં સપાડયા છે.

Advertisement

આ પણ વાંચો: Morbi: ‘ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને...!’ ત્રણ સામે નોંધાયો હત્યાનો ગુનો, એકની ધરપકડ

આ પણ વાંચો: Panchmahal: સરસ્વતી સાધના યોજનાની સાયકલોથી વિદ્યાર્થિનીઓ વંચિત શા માટે?

આ પણ વાંચો: Ahmedabad: 3 હથિયાર અને 10 જીવતા કારતુસ સાથે બેની ધરપકડ કરવામાં આવી

Tags :
Advertisement

.