Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Praful Pansheriya: નિર્ધારિત સ્વેટર અંગે ખાનગી શાળાઓને રાજ્ય શિક્ષણ મંત્રની કડક સૂચના

Praful Pansheriya: ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ રંગના સ્વેટર માટે બાળકો પર દબાણ કરી શકાશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
praful pansheriya  નિર્ધારિત સ્વેટર અંગે ખાનગી શાળાઓને રાજ્ય શિક્ષણ મંત્રની કડક સૂચના
Advertisement
  1. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી કડક સૂચના
  2. ખાનગી શાળાઓ ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં
  3. સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો ફરિયાદ કરવા જણાવ્યું

Praful Pansheriya: પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી હતી. ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ રંગના સ્વેટર માટે બાળકો પર દબાણ કરી શકાશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Nadiad: પોલીસ કર્મચારીએ ખાખીને લગાડ્યો દાગ! નડિયાદ પોલીસે નોંધી દુષ્કર્મની ફરિયાદ

Advertisement

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયા સ્વેટર અંગે ખાસ સૂચના

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહીં. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ‘પોલીસ બાપ છે બીજું કોઈ...’ હત્યાના આરોપીઓની શાન આવી ઠેકાણે

કોઈ શાળા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહીં

ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહીં, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહીં. જો કોઈ શાળા તેમનાં દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું, ઠંડી વધવાની શક્યતા

Tags :
Advertisement

Trending News

.

×