Ahmedabad: પ. બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને લઈ રજૂઆત, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ
- પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ રજૂઆત
- રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી
- કલેક્ટરને આવેદનપત્ર આપી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહીની સહિતનાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારે વકફ બોર્ડનાં નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓ દ્વારા હિંસા કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓને હિજરત કરવા માટે મજબૂર થયા છે. હિન્દુઓની હત્યાઓની ઘટના પણ સામે આવી રહી છે. આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા તમામ જીલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ બાબતે સુરતનાં હિન્દુ સંગઠન નેતા આણંદ પ્રકાશે જણાવ્યું હતું કે, ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. તેમજ હિન્દુ બહેન દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. હિન્દુઓનાં ધર્મ સ્થાનો અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. તે બાબતે સરકારને જાગૃત કરવા માટે દરેક હિન્દુ સંગઠનો સુરત કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે. અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
વડોદરામાં વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાન લગાવવાની VHP અને બજરંગ દળનાં કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેમજ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી હતી. કલેક્ટરની સંકલનની બેઠક ચાલી રહી હોવાનું કહેવા છતાં સંગઠનો દ્વારા માંગ કરી હતી કે કલેકટ્ર આવેદનપત્ર સ્વીકારે. જે બાદ કલેક્ટર સંકલનની બેઠક છોડીને ન આવતા વીએચપીનાં કાર્યકરો કલેક્ટર કચેરીમાં ઘૂસ્યા હતા. તેમજ સંકલન બેઠક હોલની બહાર પહોંચી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદમાં VHP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દુ વિરોધી મમતા સરકારના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બંગાળમાં હિન્દુઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ બંગાળમાં 500 વધુ હિન્દુ મકાન તોડી પાડવામાં આવ્યા છે. વકફ બિલનાં વિરોધમાં હિન્દુ પરિવારને ટાર્ગેટચ કરતાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તેમજ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવી હતી.
બંગાળમાં હિન્દુઓની સુરક્ષા થવી જોઈએ: અશ્વિન પટેલ (ક્ષેત્રીય મહામંત્રી)
ક્ષેત્રીય મહામંત્રી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, બંગાળમાં જે પરિસ્થિતિ બની છે. જેમાં હિન્દુઓ પર હુમલા કરવાનાં. હિન્દુઓના 500 થી વધુ ઘર બાળી દેવામાં આવ્યા છે. તેમજ ત્યાંથી હિન્દુઓને પલાનય થવું પડ્યું છે. તેમજ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું. તેમજ બંગાળમાં હિન્દુઓની સુરક્ષા થવી જોઈએ.
આ પણ વાંચોઃ VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહીની સહિતનાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારે વકફ બોર્ડનાં નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓ દ્વારા હિંસા કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓને હિજરત કરવા માટે મજબૂર થયા છે. હિન્દુઓની હત્યાઓની ઘટના પણ સામે આવી રહી છે. આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા તમામ જીલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર
પશ્ચિં બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છેઃ આણંદ પ્રકાશ
આ બાબતે સુરતનાં હિન્દુ સંગઠન નેતા આણંદ પ્રકાશે જણાવ્યું હતું કે, ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. તેમજ હિન્દુ બહેન દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે. હિન્દુઓનાં ધર્મ સ્થાનો અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે. તે બાબતે સરકારને જાગૃત કરવા માટે દરેક હિન્દુ સંગઠનો સુરત કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે. અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar: 2.5 વર્ષ પહેલા 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ