ભારતીય કાર્યકારી મંડળીની બેઠકની તૈયારીઓ શરૂ,3 નવેમ્બરથી યોજાશે બેઠકB
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ વર્ષ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ભુજ ખાતે 3 નવેમ્બરથી 9 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સર સંઘ સંચાલક ડો.મોહનજી ભાગવત તારીખ 31. 10 ના રોજ સવારે ટ્રેન મારફતે ભુજ ખાતે આવી પહોંચશે.જેઓ તારીખ 9 નવેમ્બર સુધી તેઓ કચ્છમાં રહેશે.આ બેઠકમાં ડો.મોહન ભાગવતજી સહિત ભારતીય ક્ષેત્રના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે .દેશના જુદા જુદા રાજ્યો અને 500થી વધારે ક્ષેત્રના નેતાઓ ઉપસ્થિત રહેશે.2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાતી આ સંઘની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
મંગળવારે સવારે મોહનજી ભાગવત ભુજ આવી રહ્યા છે તે પૂર્વે આજે રેલવે સ્ટેશનથી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.તેઓ ભુજથી માધાપર રોકાણ કરશે.ત્યારબાદ બપોરે ભુજમાં રાજ પરિવાર સાથે ભોજન લેશે.સાંજે તેઓ ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ પાર્કની મુલાકાતે જશે.તારીખ.1 નવેમ્બર અને 2 નવેમ્બરના રોજ ભુજ તાલુકાના વાઢાય ખાતે રહેશે.જ્યાં તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કરશે.તારીખ.3 નવેમ્બર થી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં હાજર રહેશે.આમ સતત કાર્યક્રમને લઈને ભુજના માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - ફાયરિંગની તાલીમ પુરી કરી પરત ફરી રહેલ SRP જવાનોથી ભરેલ બસ પલટી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.