Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: શ્રી જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ, ભગવાનના રથનું થઈ રહ્યું છે કલરકામ

Ahmedabad: અમદાવાદ ફરી એકવાર ‘જય હો જગન્નાથ‘ના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ખાસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથનો શણગાર...
ahmedabad  શ્રી જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ  ભગવાનના રથનું થઈ રહ્યું છે કલરકામ

Ahmedabad: અમદાવાદ ફરી એકવાર ‘જય હો જગન્નાથ‘ના નારા સાથે ગુંજી ઉઠવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ખાસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથનો શણગાર સજાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના કલર કામ અને રથની ડિઝાઈનને અવનવા રંગો સાથે સજાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ તો ભગવાનના રથની કોતરણીની ડીઝાઈનમાં અદભુત કલરના કોમ્બિનેશન સાથે વિવિધ રંગો સાથે કલર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad)માં રથયાત્રાને લઈને પૂરી તૈયારીઓ ચાલી રહીં છે.

Advertisement

રથને નવી ડિઝાઇનમાં અવનવા રંગો સાથે કલર કરી સજાવાયા

અષાઢી બીજ રથયાત્રા ના દિવસ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ નગરચર્યાએ નીકળશે. જેની તૈયારીઓ એક માસ પૂર્વે શરૂ કરી દેવામાં આવતી હોય છે. તેવામાં ભગવાન રથ એક વર્ષ અગાઉ જ સાગના લાકડામાંથી નવા બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એ રથને નવી ડિઝાઇનમાં અવનવા રંગો સાથે કલર કરી અને સજાવવામાં આવ્યા છે. ભગવાન નગર ચર્યાએ નીકળશે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શનનો લાહવો કેવા માટે દર્શન કરવા ભગવાન ની રાહ જોવે છે.

Advertisement

7 જુલાઈ અષાઢી બીજે જગન્નાથ નીકળશે નગર ચર્ચાએ

ઉલ્લેખનીય છે કે, ભગવાનના રથને અદભુત શણગાર અને અવનવા રંગોથી કલર કરી અને તૈયાર કરવાંમાં આવી રહ્યા છે. સાગના લાકડામાંથી બનેલા આ રથને દેશ વર્ષે એક જ કલર કામ કરતા કારીગર દ્વારા તૈયાર કરી સરસ કલર કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 15 દિવસ પહેલા સંપૂર્ણ તૈયાર કરી રાખવામાં આવે છે. 7 જુલાઈ અષાઢી બીજે રથયાત્રા છે અને આ રથયાત્રામાં જગન્નાથ મંદિર ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  નોંધનીય છે કે, પોલીસ દ્વારા પણ રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે કે, શહેરમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે હાનિ ના થાય.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?

Advertisement
Tags :
Advertisement

.