Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળી પહેલા અમદાવાદ શહેરના પોલીસકર્મીઓને મળી મોટી ભેટ

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જીએસ મલિકે મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરમાં ઘણા વર્ષોથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. જેમાં 1100થી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા...
09:06 PM Nov 09, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિપ કચીયા

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જીએસ મલિકે મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરમાં ઘણા વર્ષોથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. જેમાં 1100થી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.

દિવાળી સમયે અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ભેટ આપી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસ કર્મચારીઓની બદલી અટકી પડી હતી તે બદલી હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરી આપવામાં આવી છે. આ બદલીમાં કેટલાક એવા પણ પોલીસ કર્મચારીઓ છે કે જે ઘણા વર્ષોથી ત્યાં અડિંગો જમાવીને બેઠા હતા અને તેમની પણ બદલી કરી દેવામાં આવી છે.

હાલમાં 1100 કરતા વધારે પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે અને હવે બીજા તબ્બકાની પણ બદલી ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ પણ લાગી રહી છે. સાથે જે કર્મચારીઓ રાહ જોઈને બેઠા હતા અને જેમનું વર્તન સારું હશે તેમને સારી જગ્યા મળી હશે અને જેમને અડિંગો જમાવીને બેઠા હતા તે હવે ક્યાંક નિરાશ થઈ ચુક્યા હશે.

આ પણ વાંચો - જુતે મારો, જુતે મારો નીતિશ કુમાર કો જુતે મારો, અંબાજીમાં ભાજપ દ્વારા નીતિશ કુમારના પૂતળાનું દહન કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad CityAhmedabad NewsAhmedabad PoliceAhmedabad PolicemanDiwalidiwali giftPoliceman
Next Article