Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: લ્યો બોલો! પોલીસ જ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા, DYSP કચેરીમાં જ ASI દારૂ પીને પહોંચ્યા

Kheda: ખેડામાં પણ આવું જ કઈક બન્યું છે. એક પોલીસ એએસઆઈ દારૂ પીધેલી હાલતમાં આવીને ફરિયાદી સાથે ઠાસરામાં ધમાક કરી હતી.
kheda  લ્યો બોલો  પોલીસ જ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા  dysp કચેરીમાં જ asi દારૂ પીને પહોંચ્યા
Advertisement
  1. પોલીસ ખુદ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરે તો!
  2. નડિયાદમાં પોલીસ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા
  3. ફરિયાદીઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

Kheda: પોલીસ લોકોની સુરક્ષા અને સલામતી માટે હોય છે પરંતુ પોલીસ જો ખુદ જ ગુનો કરવા લાગે તો? ખેડામાં પણ આવું જ કઈક બન્યું છે. એક પોલીસ એએસઆઈ દારૂ પીધેલી હાલતમાં આવીને ફરિયાદી સાથે ઠાસરામાં ધમાલ કરી હતી. એટલું જ નહીં પરંતુ જ્યારે ફરિયાદીઓ DYSP કચેરીમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા ત્યારે પણ એએસઆઈ દારૂ પીને આવ્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ ખુદ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરે છે તો સામાન્ય પ્રજામાં તેની ખરાબ જ અસર થવાની છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Surat : દિવાળી દરમિયાન સુરતીઓને મળશે આ ખાસ સુવિધા, શહેર પોલીસ પણ એક્શન મોડમાં!

Advertisement

એએસઆઈ હાલ ડાકોર પોલીસ મથકે ફરજ બજાવે છે

નડીઆદ ડીવાયએસપી કચેરીમાં આવેલ એએસઆઈ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેના પર ફરિયાદ કરવામાં આવી તે ધનાભાઈ એએસઆઈ હાલ ડાકોર પોલીસ મથકે ફરજ બજાવે છે. પીધેલી હાલતમાં આવેલ પોલીસ કર્મી સામે ફરિયાદથી હડકંપ મચી જવા પામ્યો છે. આખરે શા માટે પોલીસ ખુદ કાયદાનું ઉલ્લંઘન કરી રહીં છે? નડિયાદમાં પોલીસ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે અગાઉ ઠાસરા સેવાલીયા સહિતના પોલીસ મથકે ફરજ બજાવી ચુક્યા છે.

આ પણ વાંચો: Mehsana : સરાજાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં 3 રોમિયોનાં થયા આવા હાલ!

રક્ષક જ ભક્ષક બનશે તો લોકો ક્યા જશે?

ફરિયાદીઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે, આ બાબતે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, રક્ષક જ ભક્ષક બનશે તો લોકો ક્યા જશે? જે ફરિયાદ કરે છે તેની સાથે દૂરવ્યવહાર કરી ધમકાવવામાં આવે તો લોકો ફરિયાદ કરવા માટે પોલીસ પાસે કેવી રીતે જશે? તપાસ કરવા માટે ગયેલા એએસઆઈ ખુદ દારૂ પીને અને માથાકુટ કરી એવો ફરિયાદીઓ આક્ષેપ કર્યો છે. આ સાથે સાથે ફરિયાદીઓએ આ પોલીસ કર્મી સામે કાયદાકીય તપાસ કરવા માટે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

આ પણ વાંચો: વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI, AMC ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Tags :
Advertisement

.

×