Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી મહાત્મા મંદીર ખાતે કરશે મહત્વની બેઠકો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 9 જાન્યુઆરીએ PM મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યું છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત...
pm મોદી મહાત્મા મંદીર ખાતે કરશે મહત્વની બેઠકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 9 જાન્યુઆરીએ PM મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યું છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Advertisement

મહાત્મા મંદીર ખાતે સવારે ૯.૩૦ થી દ્વિપક્ષીય બેઠક

આજે PM મોદી મહાત્મા મંદીર ખાતે સવારે ૯.૩૦ થી દ્વિપક્ષીય બેઠક યોજશે. સાથે જ PM મોદી તીમોર લેસ્ટે ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તે સાથે જ ગ્લોબલ 5 CEO સાથે પણ બેઠક કરશે. અને આજે PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી હમેશા કોઇની કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે ત્યારે હવે તેઓના 3 દિવસના ગુજરાત પ્રવાસના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.

યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો

PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. તેના ભાગરુપે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂપિયા 20707 કરોડના 30 સમજૂતી કરાર કરી એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. PM મોદીની વિઝિટને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરુ થઇ ગયું છે.

Advertisement

આ પણ વાંચો - Vibrant Gujarat Summit : PM મોદી UAE ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે રોડ શો

આ પણ વાંચો - વાઈબ્રન્ટ સમિટને લઈને તિરંગા, હેરિટેજ અને કોરેસ્ટની થીમ પર લાઈટિંગ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.