Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લક્ષદ્વીપ બાદ હવે પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગનો માણ્યો આનંદ

PM Modi Scuba diving: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) આજે દ્વારકામાં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ પંચકુઈ પહોંચ્યા હતા. ત્યારે આજે પીએમ મોદી(PM MODI) એ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ(Scuba diving) કર્યું હતું. ઉલ્લેખનિય છે...
12:48 PM Feb 25, 2024 IST | Maitri makwana

PM Modi Scuba diving: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) આજે દ્વારકામાં દ્વારકાધિશના દર્શન કર્યા બાદ પંચકુઈ પહોંચ્યા હતા. ત્યારે આજે પીએમ મોદી(PM MODI) એ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ(Scuba diving) કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, દ્વારકાના ગોમતી ઘાટ સુદામા સેતુ પાર કરીને પંચકુઈ બીચ વિસ્તારમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે જ્યારે વડાપ્રધાન દ્વારકામાં હતા ત્યારે 3 કલાક માટે તેમનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો હતો. આ સમય અંગેની વધુ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે સૂત્રોના દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ રિઝર્વ સમયમાં પીએમ મોદી દ્વારા દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ (Scuba diving) કરવામાં આવ્યું છે.

PM મોદીએ સ્કૂબા ડાઇવિંગ કરીને પૌરાણિક દ્વારકાના દર્શન કર્યા

સુદામા બ્રિજની નજીકમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ત્યારે દ્વારકા(DWARKA) ના દરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડાઇવિંગ (Scuba diving) કરીને પૌરાણિક દ્વારકા નગરીના પણ દર્શન કર્યા છે. આના પહેલા અગાઉ જ્યારે પ્રધાનમંત્રી લક્ષદ્વીપ ગયા હતા ત્યારે ત્યાં પણ તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ હતી. આજે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ઓખા - બેટ દ્વારકા વિસ્તારમાં પોલીસનું કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ મેરીટાઈમ બોર્ડ તરફથી ફેરીબોટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે

પ્રધાનમંત્રી દ્વારા દ્વારકામાં બનેલા ઓખા અને બેટ દ્વારકા (DWARKA) ને જોડતા સુદર્શન બ્રિજ (Sudarshan Bridge) નું ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રિજ છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકાની પાવન તીર્થ ભૂમિમાં પધાર્યા

પીએમ નરેન્દ્ર મોદી આજે દ્વારકાની પાવન તીર્થ ભૂમિમાં પધાર્યા છે. અહીં તેમણે બેટ દ્વારકામાં પૂજા-અર્ચના કરી અને પાદુકાની પણ પૂજા કરી હતીં. આજે દ્વારકાના જગત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ ગોમતીના નીરમાં ડૂબકી પણ લગાવશે. અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન દ્વારકા જગત મંદિરના પૂજારીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ તમામ કાર્યક્રમ બાદ વડાપ્રધાને દ્વારકાના જગત મંદિરના દર્શન કર્યા હતાં.અહીં તેઓ ભક્તિમય થઈ ગયા અને દ્વારકાધીશા પાસે જગત કલ્યાણની પ્રાર્થન કરી હતી.

આ પણ વાંચો - PM Modi: જગત મંદિર દ્વારકામાં નમો…નમો; ધજા ચડાવી પાદુકા પૂજન કર્યું

Tags :
DwarkaDwarka NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwananewspm modipm modi skuba divingskuba diving
Next Article