Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UCC ના કાયદાના વિરોધમાં ડભોઇ આદિવાસી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું

કેન્દ્ર સરકાર દ્રારા UCC ના કાયદાનો અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ જે આદિવાસી સમાજના ધ્યાને આવતા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના આદિવાસી સમાજે રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદનપત્ર ડભોઇ નાયબ કલેકટર  સુપ્રત કરવામાં આવ્યું હતું. આ પહેલા આદિવાસી સમાજમાંથી આવતા...
ucc ના કાયદાના વિરોધમાં ડભોઇ આદિવાસી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું

કેન્દ્ર સરકાર દ્રારા UCC ના કાયદાનો અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ જે આદિવાસી સમાજના ધ્યાને આવતા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના આદિવાસી સમાજે રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદનપત્ર ડભોઇ નાયબ કલેકટર  સુપ્રત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પહેલા આદિવાસી સમાજમાંથી આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ UCCના મામલે ચર્ચા કરવા અન્ય જાણકારોનું આહ્વાહન કર્યું હતું અને મીટીંગ કરી હતી. જ્યારે આ કાયદો બનતા સમાજને વિવિધ માધ્યમો દ્વારા ખબર પડી કે આ કાયદો આદિવાસી વિરુદ્ધ છે લોકો UCC ના કાયદાનો કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલા.

Advertisement

આ UCC ના કાયદાના અમલથી આદિવાસીઓના સંવિધાનિક હક્કો છીનવાઈ જાય તેવી થીયરીની રચના થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે જે ચર્ચામાં હોઈ આ બાબતે આ UCC કાયદાથી આદિવાસીઓના હક્કો અને અધિકારો છીનવાતા જણાતા હોઈ રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા માટે વડોદરા જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજનો જાહેર અને ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. આજરોજ વડોદરા જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓએ ડભોઇ સેવાસદન ખાતે નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ સેવાસદન ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું.

Advertisement

લોકસભાની ચૂંટણીને મુદ્દો બનાવી કાયદો લવાયો

આદિવાસી લોકો આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખરેખર આ કાયદા બાબતે કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરી તથા દરેક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને UCC ડ્રાફ્ટને દેશની જનતા સમક્ષ જાહેરમાં ખુલ્લો મુકવો જોઈએ. દરેકના પ્રતિભાવો જાણીને આગળ વધવું જોઈએ. આ બાબતે આ ડભોઈ આદિવાસી સમાજને ડભોઇ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી , ભારત દેશના પ્રધાનમંત્રી, તથા ભારત દેશના રાષ્ટ્રપતિ એવા દ્રૌપદી મુર્મૂ સુધી પહોંચાડવા આદિવાસી સમાજ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

અહેવાલ : પીન્ટુ પટેલ, ડભોઇ

આ પણ વાંચો : Ahmedabad News : મણિનગર વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, પોલીસે આરોપીને દબોચ્યો

Tags :
Advertisement

.