Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: મોટેરા વિસ્તારમાં કિરણ મોટર્સ ખાતે ગ્રાહકોએ કારની નનામી કાઢી કર્યો વિરોધ, જાણો કારણ

કિરણ મોટર્સ દ્વારા ખોટા ક્લેમ પાસ કરી છેતરપિંડી કર્યાનો આરોપ સ્વિફ્ટ કારની નનામી કાઢી સૂચક પોસ્ટરો સાથે લોકોએ કર્યો વિરોધ કારમાં બમ્પર નાખ્યા હોવાનું બિલ બનાવી ક્લેમ પાસ કર્યાનો આક્ષેપ Ahmedabad: મોટેરા કિરણ મોટર્સમાં ભારે હોબાળો સર્જાયો છે, જ્યારે...
ahmedabad  મોટેરા વિસ્તારમાં કિરણ મોટર્સ ખાતે ગ્રાહકોએ કારની નનામી કાઢી કર્યો વિરોધ  જાણો કારણ
  1. કિરણ મોટર્સ દ્વારા ખોટા ક્લેમ પાસ કરી છેતરપિંડી કર્યાનો આરોપ
  2. સ્વિફ્ટ કારની નનામી કાઢી સૂચક પોસ્ટરો સાથે લોકોએ કર્યો વિરોધ
  3. કારમાં બમ્પર નાખ્યા હોવાનું બિલ બનાવી ક્લેમ પાસ કર્યાનો આક્ષેપ

Ahmedabad: મોટેરા કિરણ મોટર્સમાં ભારે હોબાળો સર્જાયો છે, જ્યારે Swift કારના માલિક ગૌરવ શર્માએ વિવાદિત ઢંગે તેમના ઇન્સ્યોરન્સ ક્લેમ અંગે આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમને જણાવ્યું કે, કિરણ મોટર્સે (Kiran Motors Ahmedabad) તેમના માટે એક દુર્ઘટનામાં આંદર આવેલા બમ્પરને બદલે જૂના બમ્પરને કલર કરીને ગાડી પાછી આપી છે, છતાં બિલમાં નવા બમ્પરની કિંમત દર્શાવીને ખોટા ક્લેમની પ્રક્રિયા કરવામાં આવી છે.

Advertisement

કિરણ મોટર્સના અધિકારીઓને આ મામલે બોલવાનું ટાળ્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગૌરવ શર્મા અને અન્ય લોકો આ પરિસ્થિતિને ધ્યાને લઈ એક સૂચક પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવા નિકળ્યા હતા. તેમને જણાવ્યું કે, કિરણ મોટર્સ દ્વારા કરવામાં આવી રહેલા આંધળા કૌભાંડ અને લોકો સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડીને બરાબર સમજવી જરૂરી છે. આ ઉપરાંત કિરણ મોટર્સના અધિકારીઓને જ્યારે આ મામલે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ બોલવાનું ટાળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Morbi: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ગરબે રમે છે યુવતીઓ, નવરાત્રિની અનોખી રીતે ઉજવણી

એકસીડન્ટ વાળી કારમાં ખોટા બિલ બનાવી ક્લેમ પાસ કર્યાનો આક્ષેપ

કાર માલિક ગૌરવ શર્માએ જણાવ્યું કે, “કિરણ મોટર્સે માત્ર બમ્પરને કલર કર્યા હોવાનો ઇનકાર કર્યો, પરંતુ બિલમાં નવા બમ્પરની કિંમત અને ઈન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા ઘણી બધી અસંવિધાનિક છે.” લોકોના વિરોધ બાદ નવા બમ્પરનો ખર્ચો કાઢી અને બિલમાં 10,000 થી વધુ રકમ ઓછી કરાઈ કિરણ મોટર્સે છેતરપિંડી કરી હોવાનું સ્વીકાર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: દિયરે પોતાની જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

જૂના બમ્પરને કલર કરી અને કાર પાછી આપવામાં આવી: કાર માલિક

આ ઘટનામાં તટસ્થ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે, કારણ કે લોકોની આર્થિક તકલીફ અને છેતરપિંડીના આક્ષેપો સત્યતાને સ્પષ્ટ કરવા માટે મહત્વપૂર્ણ છે. ગૌરવ શર્માના આક્ષેપોએ મોટેરા વિસ્તારમાં મોટું વિચારણા પ્રવૃત્તિ શરૂ કરી છે, જ્યાં ગ્રાહકો તેમના હક્ક માટે લડી રહ્યા છે. કિરણ મોટર્સના વિલંબિત જવાબો અને છેતરપિંડીના આક્ષેપોને ધ્યાનમાં આ મામલે યોગ્ય તપાસ થાય તે પણ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: Jamnagar: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો

Tags :
Advertisement

.