Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PAVAGADH : ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ સમાચાર

ચૈત્રી નવરાત્રી દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ( PAVAGADH ) ખાતે વિરાજમાન જગતજનની માં મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યભરમાંથી અને ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યોના માઇભક્તો પણ યાત્રાધામ પાવાગઢ ( PAVAGADH ) ખાતે જગતજનની...
04:30 PM Apr 06, 2024 IST | Harsh Bhatt

ચૈત્રી નવરાત્રી દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ( PAVAGADH ) ખાતે વિરાજમાન જગતજનની માં મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યભરમાંથી અને ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યોના માઇભક્તો પણ યાત્રાધામ પાવાગઢ ( PAVAGADH ) ખાતે જગતજનની માં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી ( PAVAGADH ) દરમ્યાન સમગ્ર દેશભરમાંથી આવતા માઇભક્તોને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે અને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં  દર્શનના સમયમાં કરાયો ફેરફાર

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન જગતજનની માં મહાકાળી ના દર્શનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ચેત્રી નવરાત્રી 9 એપ્રિલ શરૂ થનાર છે ત્યારે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીના 15 દિવસ દરમ્યાન માં મહાકાળી નો મંદિર સવારના 5 કલાકે થી રાત્રીના 8 કલાક સુધી માઇભક્તો માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર, આઠમ, તેરસ અને પૂનમ ના દિવસે વહેલી પરોઢે એટલે કે ચાર વાગે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે અને ચેત્રી નવરાત્રી દરમ્યાન જગતજનની માં મહાકાળી માતાજીની આરતી મંદિરના નિજ દ્વાર ખોલવાના સમયે સવારે આરતી થશે અને સાંજે 7 વાગે માતાજીની આરતી કરવામાં આવશે.

તળેટી થી માચી સુધી જવા માટે આ ખાસ આયોજન

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખાનગી વાહનો માટે માચી સુધી જવા પર પ્રતિબંધ હોવાથી સમગ્ર દેશભરમાંથી આવતા માઇભક્તોને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે તે માટે તળેટી થી માચી સુધી જવા માટે ગોધરા એસટી વિભાગ દ્વારા પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી માં લાખોની સંખ્યામાં આવતા માઇભક્તો માટે એસટી વિભાગ દ્વારા આ ચૈત્રી નવરાત્રી માં વધારાની એસટી બસો મૂકીને શ્રધ્ધાળુઓને તળેટીથી માચી સુધી પોહચાડશે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો : DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ

Tags :
CHAITRA NAVRATRIchangeDarshanDARSHAN TIMIMNGSGodhraGujarathindu mandirMAA KAALI DARSHANpanchmahalPavagadhTAMPLEYAATRA DHAM
Next Article