Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂજમાં નર નારાયણ દેવનો પાટોત્સવ યોજાયો, આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત

નર નારાયણ દેવના પાટોત્સવનો હતો કાર્યક્રમ  આર. એસ.એસ.ના સર સંઘ સંચાલક મોહન ભાગવત ભુજ આવી પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલેન્દ્ર પ્રસાદજી દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપી...
10:35 PM Apr 22, 2023 IST | Vishal Dave

નર નારાયણ દેવના પાટોત્સવનો હતો કાર્યક્રમ 

આર. એસ.એસ.ના સર સંઘ સંચાલક મોહન ભાગવત ભુજ આવી પહોંચ્યા હતા, જયાં તેમનું સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલેન્દ્ર પ્રસાદજી દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપી હતી.. નર નારાયણ દેવના પાટોત્સવને લઇને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે તેજેન્દ્રપ્રસાદ મહારાજનું પણ સ્વાગત કરાયું હતું.

ઇશ્વર સૌથી મોટો રાજા છેઃ મોહન ભાગવત 

કાર્યક્રમમાં બોલતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ઇશ્વર સૌથી મોટો રાજા છે. વિદેશમાં આજે પણ ભારતીય સંસ્કૃતિ જળવાયેલી છે.. તેમણે કહ્યું કે સારા કર્મ કરશો તો ઉપરવાળો ચોક્કસ સારુ ફળ આપશે . તેમણે એમ પણ કહ્યું કે હાલમાં કર્મ વિના ભક્તિ કરવામાં આવે છે. જે યોગ્ય નથી..આ પ્રસંગે કચ્છ વિશે વાત કરતા તેમણે કહ્યું કે કચ્છની કાયાપલટ થઇ ગઇ છે...કચ્છ એક સારુ પર્યટન સ્થળ બની ગયું છે

 

Tags :
BhujDevMohan BhagwatNar NarayanPatotsavRSSSir Sangh Chalak
Next Article