Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

પાટણમાંથી (Patan) SOG એ અંદાજે રૂ. 3.92 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
patan   ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
Advertisement
  1. Patan માં SOG એ શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપ્યો
  2. મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં 105 ડબ્બા જપ્ત કરાયાં
  3. ખાનગી ટ્રાવેલ્સ બસમાં ઘીની હેરાફેરી, 7 વેપારીઓ નજરકેદ
  4. અંદાજે 3.92 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

રાજ્યમાં 'અસલી' નાં નામે 'નકલી' નો વેપલો ક્યારે બંધ થશે તે એક મોટો અને ગંભીર સવાલ છે. કારણ કે, નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો જથ્થો પકડાઈ રહ્યો હોવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે વધુ એક એવી ઘટના પાટણમાંથી (Patan) સામે આવી છે, જ્યાં SOG એ અંદાજે રૂ. 3.92 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા રાજ્યનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - Valsad : બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવાનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500 ઉઘરાવ્યાં!

Advertisement

ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી શંકાસ્પદ ઘીનાં 105 ડબ્બા જપ્ત કરાયાં

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણમાં એસઓજીને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સમાં ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી બસને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બસમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. માહિતી અનુસાર, એસઓજી (Patan SOG) દ્વારા બસમાંથી શંકાસ્પદ ઘીનાં 105 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ખાતે NIMCJ દ્વારા મીડિયોત્સવ 2025નું આયોજન, આટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે

7 જેટલા વેપારીઓને નજરકેદ કરાયાં

પાટણ SOG એ ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી અંદાજે રૂ. 3.92 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરીને 7 જેટલા વેપારીઓને નજરકેદ કર્યા છે. ઘીનો જથ્થો મુંબઈ પહોંચે તે પહેલા એસઓજીએ આ કાર્યવાહી કરી હતી. આ મામલે એસઓજીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા આરોગ્ય વિભાગની (Health Department) કામગીરીને લઈ લોકો સવાલ કરી રહ્યા છે અને એસી ઓફિસોમાંથી બહાર નીકળીને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થની હેરાફેરી કરનારા, વેચનારા અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ઇસમોને પકડવાની કાર્યવાહી કરવા લોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો - BZ Group Scam : 7 આરોપી વિરૂદ્ધ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ, તપાસમાં મોટા ખુલાસા!

Tags :
Advertisement

.

×