Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : મોરવા હડફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડીની દયનીય સ્થિતિ

Panchmahal : મોરવા હડફની ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડી (Anganwadi) તદ્દન જર્જરિત હાલતમાં ફેરવાઈ જતાં બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી આ આંગણવાડી (Anganwadi) માં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને...
panchmahal   મોરવા હડફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડીની દયનીય સ્થિતિ

Panchmahal : મોરવા હડફની ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડી (Anganwadi) તદ્દન જર્જરિત હાલતમાં ફેરવાઈ જતાં બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી આ આંગણવાડી (Anganwadi) માં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને ભયની ઓથારમાંથી મુક્ત કરાવવા હાલ આંગણવાડી (Anganwadi) સેવિકા પોતાનો મકાન ભાડા વગર ઉપયોગ લેવામાં આવ્યું છે. તો અંગણાવડી 4 ના બાળકો જર્જરિત આંગણવાડીમાં બેસીને ભણી રહ્યા છે. ત્યારે વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાન નવીન બનાવે એવી ઉગ્ર માંગ ઉઠી છે. જોકે આંગણવાડી 1 ના બાળકો હાલ આંગણવાડી (Anganwadi) સેવિકાના મકાનમાં બેસી અભ્યાસ સહિતનું કાર્ય કરી રહ્યા છે, તો બીજી તરફ આંગણવાડી (Anganwadi) 4 બાળકો જર્જરિત મકાનમાં બેસીને અભ્યાસ સહિતનો કાર્ય કરી રહ્યા છે.

Advertisement

સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી (Anganwadi) કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસૂતા મહિલા, ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે. જોકે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને જેના નિર્માણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે તો છે પરંતુ કેટલાક સ્થળોએ સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. મોરવા હડફ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ખાબડા ગામમાં બાળકોને ઘર આંગણે પાયાનું શિક્ષણ મળે એવા હેતુસર ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડી બનાવવામાં આવી હતી. આ બન્ને આંગણવાડીમાં હાલ 50 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ આંગણવાડી 1 નું મકાન જર્જરિત થઈ ગયું છે અને છતમાંથી પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં ખૂબ જ પાણી પડી રહ્યું છે.

Advertisement

આ સર્જીત સ્થિતિ અંગે સંલગ્ન જવાબદારોને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન નવું મકાન બનાવવામાં આવેલ નથી. જેના કારણે આંગણવાડી સેવિકા દ્વારા પોતાના મકાનમાં બાળકોને બેસાડી ભણાવી રહ્યા છે. પરંતુ પ્રાઇવેટ મકાનમાં બાળકોને લગતી સુવિધાઓ સાથે સરકારની પરિયોજણાઓનો પૂરતો લાભ મળતો નથી જેના કારણે બાળકો આંગણવાડી જતા નથી. જેથી વાલીઓ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે અને બાળકોને આંગણવાડી માં મોકલવા કે નહીં મોકલવાના સ્થિતિ માં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ખાબડા ગામમાં જ આવેલી ખાબડા 4 આંગણવાડી નું મકાન જર્જરિત થયું છે જેમાં ચોમાસા દરમ્યાન પાણી ટપકે છે જેના કારણે મકાનમાં લાઈટ જેવી કોઈ સુવિધા નથી સાથે જ મકાન ના દરવાજા બાયનાં તૂટી જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે. જેના કારણે બાળકો આંગણવાડી માં જાય અને ઘરે પાછા આવે ત્યાંર સુધી બાળકોના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યું છે, ત્યારે વહેલી તકે આંગણવાડીનું નવીન મકાન બનાવી આપવામાં આવે એવી માંગ ઉગ્ર માંગ વાલીઓમાં ઉઠી છે.

Advertisement

પંચમહાલ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા સંચાલિત 2000 આંગણવાડીમાં એક લાખ 40 હજાર ઉપરાંત બાળકો પૌષ્ટિક આહાર સાથે પાયાનું શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે 2000 આંગણવાડી પૈકી 174 આંગણવાડી કેન્દ્ર પાસે પોતાનું મકાન નહિ હોવાના કારણે પ્રતિ માસ 5 લાખ ઉપરાંત ભાડું હાલ સરકાર ભરી રહી છે. જિલ્લાની 2000 આંગણવાડી માંથી 1819 આંગણવાડી પાસે પોતાના મકાનો છે તો 7 આંગણવાડી અન્ય સરકારી મકાનોમાં ચલાવા ફરજ પડી છે. ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પૈકી 110 આંગણવાડી કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનામાં મંજુર કરવામાં આવી છે અને 64 આંગણવાડી કેન્દ્ર બાકી છે. જો કે એમાંથી કેટલીક આંગવાડી કેન્દ્રમાં જમીનના પ્રશ્નને લઈ કામગીરી ટલ્લે ચઢી છે. ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કુલ 104 આંગણવાડી કેન્દ્રો છે જેમાંથી હાલમાં 50 આંગણવાડી કેન્દ્ર આંગણવાડી ના પોતાના મકાન ધરાવે છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી અને જર્જરિત મકાનોમાં ચાલતી આંગણવાડીના બાળકો અને સંચાલકોને પોતાના મકાન નહિ હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.

અહેવાલ - નામદેવ પાટીલ

આ પણ વાંચો - Mahesana : તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

આ પણ વાંચો - Bhuj SOG Police: ભુજમાં SOG Police એ બાતમીને આધારે દરોડા પાડી વધુ એક સિદ્ધી હાંસલ કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.