GONDAL : પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ
GONDAL : જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદ દેશ આખો સ્તબ્ધ બની ગયો છે. પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. ત્યારે આજરોજ મૃતકોની પુણ્ય સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા માંડવી ચોકમાં (MANDVI CHOK - GONDAL) યોજવામાં આવ્યો હતો. સાથે પ્રતિકારક સભા ત્યારબાદ આતંકીઓના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
આતંકી હુમલા બાદ આકરા પગલાંઓ લીધા
ગોંડલ મંડવીચોકમાં યોજાયેલ પ્રતિકારક સભામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકી હુમલાને કાયરતા ગણાવી હતી. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર જે આતંકી હુમલા બાદ આકરા પગલાંઓ લીધા છે. હજુ પણ ભારત સરકાર વધુ આકરા પગલાં લે તેવુ જણાવવામાં આવ્યું હતું. પ્રતિકારક સભામાં સંતો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મંડવીચોકમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલામાં મૃતકોની પુણ્ય સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. માંડવી ચોકમાં આતંકીઓના પોસ્ટર સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું સાથે પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના પિયુષભાઇ રાદડિયા,હિરેનભાઈ ડાભી, કનુભાઈ લાલુ,ધર્મેન્દ્રભાઈ રાજાણી,પુ.આનંદ સ્વામી, હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા, સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય, ડો. નિર્મલસિંહ ઝાલા,મહેશભાઈ ગોહીલ, હરદેવભાઈ આહીર સહિત ગોંડલના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો --- Chhotaudepur : આતંકી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજ, ઘટનાને વખોડી