ગુજરાતની પ્રાકૃતિક ખેતી મોખરે, હેપ્પી ફેસિસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતીગાર
અહેવાલ : પીન્ટુ પટેલ, ડભોઇ
હાલ સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં મોખરાનું સ્થાન ધરાવી રહ્યું છે. ગુજરાત સમગ્ર દેશ માટે " મોડેલ " રાજ્ય છે. પ્રાકૃત્તિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુ થી ગુજરાત માં પ્રાકૃત્તિક ખેતી માટે "મિશન મોડ " પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃત્તિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં પ્રયત્નો કરવાની આવશ્કતા છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી પણ પ્રાકૃત્તિક કૃષિ પદ્ધતિ નો વ્યાપ વધે તે માટે સતત ચિંતા સેવી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે.
હેપ્પી ફેસિસ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિ
પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂતોને હેપ્પી ફેસિસ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા દ્વારા વડોદરા જિલ્લાના પીપળીયા ગામે "મિશન મોડ "પર કામ શરૂ કરી દીધેલ છે જેની પ્રોડક્ટ નું નામ " અમૃતમ " છે અને તે ટૂંકા જ ગાળા માં પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતો માં પ્રચલિત થઈ છે અને સારો એવો ખેડૂતો ઉપયોગ કરતા થયા છે. "અમૃતમ " વધુ માં વધુ લોકો સુધી પોહચે અને રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થાય તેવા આશ્રય સાથે કામ કરી રહ્યું છે.
ધરતી માતા અને ગૌ માતાના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી મહત્વની
હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા તાલુકાના પ્રાકૃત્તિક ખેતી કરતા નિપુણ ખેડૂતો અને આ પ્રાકૃત્તિક અમૃતમ દવાનો ઉપયોગ કરે છે. તેમની માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંસ્થા સામાજિક ક્ષેત્રે ડંકો વગાડી રહી છે. તેમ ખેડૂતોના કલ્યાણ માટે પણ કામ કરી રહ્યું છે. તેની સમજ આપી લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે,ધરતીમાં અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃત્તિક ખેતી પદ્ધતિ આવનાર સમય માટે કેમ અનિવાર્ય છે તેનાથી પણ ખેડૂતો ને માહિતગાર કર્યા.
આજના દિવસે હેપ્પી ફેસિશ ફાઉન્ડેશનના પીપળીયા યુનિટ ખાતે તાલુકા ના અલગ અલગ ગામો માંથી મોટી સંખ્યામાં આ દવાનો ઉપયોગ કરતા ખેડૂતો દ્વારા ભાગ લેવામાં આવ્યો અને સંસ્થા દ્વારા તૈયાર કરેલ " અમૃતમ " પ્રોડક્ટ્સ માટે સારો પ્રતિસાદ આપ્યો અને તેમના આ દવા થકી સફળ ખેતી,રોગોમુક્ત ખેતી થઈ તેમના અનુભવ વ્યક્ત કર્યા અને દરેક ખેડૂત ને આ દવા ના ઉપયોગ અને ફાયદા વિશે જાણ કરશે અને દરેક ખેડૂત સમૃદ્ધ ખેડૂત બને અમૃતમ થકી અને ઘરે ઘરે દરેક ખેડૂત અમૃતમ નો ઉપયોગ કરે એવા સંકલ્પ સાથે તેમની આશા વ્યક્ત કરી. આ શિબિરના સફળ આયોજન બદલ સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી રીટાબેન ભગત અને તેમની ટીમનો ખેડૂતો દ્વારા આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાચો - ગોંડલના ચર્ચિત બનેલા બન્ને પુલ લાઇટ વ્હિકલ માટે સક્ષમ, તંત્ર દ્વારા હવે હેવી વ્હીકલ માટે લોડ ટેસ્ટિંગ કરાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ