ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીનાથગઢ પાસે રીક્ષા અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત ત્રણ ઈજાગ્રસ્ત

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલના મોવીયાથી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષાને સેન્ટ્રો કારના ચાલકે અડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયું હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવની પ્રાપ્ત વિગતો...
09:36 PM Dec 11, 2023 IST | Hardik Shah

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

ગોંડલના મોવીયાથી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષાને સેન્ટ્રો કારના ચાલકે અડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયું હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોવિયાથી શ્રીનાથગઢ રસ્તા ઉપર પાણીના ટાંકા પાસે શ્રીનાથગઢ જઈ રહેલી પેસેન્જર રીક્ષાને સામેથી પૂરપાટવેગે આવી રહેલા સેન્ટ્રો કારના ચાલકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મૂળ મધ્યપ્રદેશના બોરકુંડિયા ગામે રહેતા અને હાલ મોવિયા વાડીમાં ખેત મજૂરી કરતા ખુમસિંહ વિજયાભાઈ ગોહિલ ઉમર 50 ને ગંભીર ઈજ્જા થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા તેમના દીકરા પીન્ટુ ઉ. 13 તથા તેની દોહીત્ર કાજલ ઉં. 15 ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સેન્ટ્રો કારચાલક અકસ્માત બાદ કાર ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. જે બાદ તેને પણ ઇજા થઈ હોય ગોંડલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

બનાવ બાદ મૃતક તથા ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક ખુમસિંઘને સંતાનમાં એક દીકરો એક દીકરી હોવાનું અને મોવિયામાં ધીરુભાઈ છગનભાઈ ખુટની વાડીમાં છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કરતો હોવાનું જાણવા મળેલ હતું. રિક્ષાચાલક ગોંડલના કાદરભાઇને પણ ઈજા થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકના એ.એસ.આઇ હિતેશભાઈ ગરેજાએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - ગોંડલ: કંટોલિયા બાંદ્રા ગામે ST બસના રુટ બંધ થતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Accidentaccident newsGondalgondal newsGujaratGujarat FirstGujarat Newsrickshaw and a Santro carrickshaw and a Santro car Accident
Next Article