Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું

અહેવાલ- પ્રદીપ કચિયા અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે.જુહાપુરાના કુખ્યાત ગુનેગાર અને ગુજસીટોકના ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.ક્રાઇમબ્રાંચે સિંધુભવન નર્મદા આવાસ પાસેથી 5.48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી તપાસ કરતા...
03:59 PM Oct 22, 2023 IST | Maitri makwana

અહેવાલ- પ્રદીપ કચિયા

અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે.જુહાપુરાના કુખ્યાત ગુનેગાર અને ગુજસીટોકના ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.ક્રાઇમબ્રાંચે સિંધુભવન નર્મદા આવાસ પાસેથી 5.48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી તપાસ કરતા તેના મિત્ર સાથે મળીને જુહાપુરામાં રહેતા શખ્સ પાસેથી ડ્રગ્સની ખરીદી કરી છુટકમાં વેચાણ કરતો હોવાનું પુછપરછમાં સામે આ‌વ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં દેખાતા આ આરોપીનું નામ મોહંમદ અઝરુદ્દીન ઉર્ફે અઝહર શેખ છે. ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે મોહંમદ અઝરૂદ્દીન ઉર્ફે અઝહર શેખ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો રાખી સિંધુભવન નર્મદા આવાસના કમ્પાઉન્ડની દિવાલ પાસે એક ટુવ્હિલર લઈને ઉભો છે અને આ ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવાના ફિરાકમાં છે. આરોપીની તપાસ કરતા 5.48 લાખનું 54 ગ્રામ એમડી ડ્ર્ગ્સ મળી આવ્યું હતુ. જેથી ક્રાઈમ બ્રાંચે અઝરૂદ્દીન શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સહિત કુલ રૂ.6.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તે આ ડ્રગ્સનો જથ્થો તેના મિત્ર નઈમખાન ઉર્ફે નઈમ ટકલો પઠાણ સાથે ભેગા મળીને જુહાપુરાના ખાતે રહેતા ઈસ્તીયાક ઉર્ફે મામા શેખ પાસેથી ખરીદી છૂટક વેચાણ કરવા લાવ્યો હોવાનું સામે આવ્યુ હતું.જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે નઈમખાન ઉર્ફે નઈમ ટકલો અને ઈસ્તીયાક ઉર્ફે મામા શેખ સામે પણ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

આ મામલે પકડાયેલો આરોપી જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલી ગેંગનો સાગરીત છે અને અગાઉ તેની સામે 18 ગુના નોંધાઈ ચુક્યા છે.તેમજ બે વખત પાસા પણ કાપી ચુક્યો ચેમ આરોપી ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો અને જામીન પર છૂટી આ ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો.હાલ આ કેસમાં સામેલ અન્ય બે આરોપીઓની તપાસ પોલીસે શરૂ કરી છે.તેમજ આરોપીના ડ્રગ્સના ગ્રાહકો કોણ કોણ છે તેની દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – ઉનામાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેતા સોઢીએ ગરબા રમી ધન્યતા અનુભવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
AhmedabaddrugsGujaratpoliceseized
Next Article