Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જલારામ જંયતી નિમિતે ભુજમાં 224 કીલાનો રોટલો બનાવાયો

અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ આવતીકાલે સમગ્ર દેશમાં જલારામ જંયતીની ઉજવણી થશે તેની પૂર્વસંધ્યાએ ભુજના ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરી આ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે પ્રયત્ન કરાયો છે. 224મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત...
જલારામ જંયતી નિમિતે ભુજમાં 224 કીલાનો રોટલો બનાવાયો

અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ

Advertisement

આવતીકાલે સમગ્ર દેશમાં જલારામ જંયતીની ઉજવણી થશે તેની પૂર્વસંધ્યાએ ભુજના ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરી આ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે પ્રયત્ન કરાયો છે. 224મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત 10×10 ફૂટ કુલ 100 ફૂટનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન માટે રાખી ત્યાર બાદ આવતીકાલે પ્રસાદ સ્વરૂપે લોકોને આપવામાં આવશે.

224 કિલોના રોટલા બનાવવા માટે તો 6 કલાક જેટલો સમય લાગ્યો પરંતુ તેની પુર્વ તૈયારીમાં ધણા દિવસો લાગ્યા હતા. પહેલા આટલો મોટો રોટલો તૈયાર કરવા માટે ખાસ તવો તૈયાર કરવામા આવ્યો હતો. જેના માટે ભુજના પ્રશાંત સોલગામાં એ જહેમત ઉઠાવી હતી અને આવા બે તવા 800 કે.જીના તૈયાર કરાયા છે જેથી બન્ને બાજુ રોટલો સેકી સકાય જેને ક્રેન વડે ઉથલાવવા માટે આયોજન કરાયુ હતુ. તો રોટલો બનાવવા માટે જીતુભાઇ રસોઇયા તથા તેના પરિવાર દ્રારા ખાસ તૈયારી કરાઇ હતી જેમાં 224 કિ.લો બાજરાનો લોટ 30 કિ.લો ધી તથા મોણ માટે 30 કિ.લો તેલનો ઉપયોગ કરાયો છે કલાકો સુધી તેને સેકવા માટે ખાસ ચુલો પણ બનાવાયો છે.

Advertisement

જેથી ચારે બાજુથી રોટલો શેકી સકાય લોહાણા સમાજના આગેવાન મુકેશ ચંદે,ધનશ્યામ ઠક્કર,હિતેષ ઠક્કર,મુળરાજ ઠક્કર,પ્રફુલ્લાભીંડે,સંજયભાઇ ઠક્કર સહિતના આગેવાનો જોડાયા હતા અને આ ખાસ રોટલો તૈયાર કરાયો હતો. ભુજમાં તૈયાર થયેલા આ રોટલો અગાઉ કોઇએ બનાવ્યો નથી તેથી ભવિષ્યમાં ફરી આવુ આયોજન સંભવત રેકોર્ડ પણ સર્જી શકે છે.

આ પણ વાંચો - છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગની બોગસ કચેરી બનાવી…વાંચો અહેવાલ

Advertisement

Tags :
Advertisement

.