Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે રાજ્યમાં CYBER CRIME નો ભોગ બનેલાઓને તેમના નાણાં મળશે પરત, વાંચો અહેવાલ

રાજ્યમાં CYBER CRIME નો ભોગ બનેલાઓને નાણાં મળશે પરત ગુજરાતમાં 1.34 લાખ લોકોને 155 કરોડ રૂપિયા પરત મળશે 22 જૂનના રોજ રાજ્યભરમાં લોક અદાલત ચાલશે સંબંધિત તમામને રિપોર્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા સૂચના બેન્કમાંથી ઉપડી ગયેલા, ફ્રોડના કારણે ફ્રીઝ...
08:02 AM Jun 02, 2024 IST | Harsh Bhatt

CYBER CRIME : આજના આધુનિક સમયમાં હવે ટેકનોલોજીના કારણે ઓનલાઈન નાણાની લેણ-દેણ, બૅન્કિંગનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આજે દરેક વ્યક્તિ મોબાઈલમાં ઓનલાઈન એપના માધ્યમથી પૈસાનું રોકાણ, બૅન્કિંગ અને અન્ય પૈસાને લગતી વસ્તુઓ કરતા હોય છે. ત્યારે આવા સમયમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થતો હોય છે. આવા સાયબર ક્રાઇમના ( CYBER CRIME ) કિસ્સાઓમાં મોટા ભાગે જે તે વ્યક્તિના પૈસા પોલીસ ફરિયાદ બાદ પણ પાછા આવતા નથી. ત્યારે હવે આવા સાયબર ક્રાઇમનો ( CYBER CRIME ) ભોગ બનેલા લોકો માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓને માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓને તેમના ગુમાવેલા નાણા પાછા મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 1.34 લાખ લોકોને 155 કરોડ રૂપિયા પરત મળશે. 22 જૂનના રોજ રાજ્યભરમાં લોક અદાલત ચાલશે જેમાં સંબંધિત તમામને રિપોર્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. બેન્કમાંથી ઉપડી ગયેલા, ફ્રોડના કારણે ફ્રીઝ થયેલા નાણા અહી છુટા થશે. હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ,પોલીસ અધિક્ષકોને આ અંગે સૂચનો આપવામા આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat Exit Poll 2024 : ત્રીજી વાર ક્લીન સ્વીપ કરશે BJP ? જાણો શું કહે છે Exit Poll ?

Tags :
cyber crimeGood newsGUJARAT CYBER CRIMEGujarat FirstGujarat High CourtGujarat Newsmoney backonline fraud
Next Article