Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1952માં થઈ હતી યુવાપ્રવૃત્તિની શરૂઆત, આજે લાખો BAPSના યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ BAPS યુવાપ્રવૃત્તિના સ્વપ્નદ્રષ્ટા અને સંસ્થાપક હતા. તેમણે વર્ષ 1952માં યુવાપ્રવૃત્તિની શરૂઆત કરી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો હતો.BAPSનું યુવા સ્વયંસેવકદળ હંમેશા ખડેપગેપ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલનમાં વિરાટ સ્વયંસેવકદળમાં àª
1952માં થઈ હતી યુવાપ્રવૃત્તિની શરૂઆત  આજે લાખો bapsના યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ BAPS યુવાપ્રવૃત્તિના સ્વપ્નદ્રષ્ટા અને સંસ્થાપક હતા. તેમણે વર્ષ 1952માં યુવાપ્રવૃત્તિની શરૂઆત કરી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો હતો.
BAPSનું યુવા સ્વયંસેવકદળ હંમેશા ખડેપગે
પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલનમાં વિરાટ સ્વયંસેવકદળમાં વિરાટ યુવાશક્તિ દ્રશ્યમાન થઈ રહી છે. ભૂકંપ, પૂર, અનાવૃષ્ટિ જેવી આપત્તિઓમાં સદા સમાજની પડખે ઊભા રહીને BAPSનું યુવા સ્વયંસેવકદળ રાહત કાર્ય કરે છે.
162 પ્રવૃત્તિમાં લાખો યુવાનો દ્વારા સેવા
1990માં વિદ્યાનગરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 25 હજાર યુવાનોએ ભાગ લીધો હતો. વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યુવા ષષ્ઠીપૂર્તિ મહોત્સવ યોજાયો હતો. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPSની 162 જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા અભૂતપૂર્વ સેવાયજ્ઞ થઈ રહ્યો છે.
પૂ. વિવેકમુનિ સ્વામી, BAPS
BAPSના પૂ. વિવેકમુનિ સ્વામી દ્વારા  યુવાપ્રવૃત્તિના હેતુ, ઇતિહાસ અને પરિચય વિષયક પ્રવચન  કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું, “BAPSની યુવાપ્રવૃત્તિ નો પાયો સને 1952માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નાખ્યો હતો અને તેઓ યુવકો માટે કહેતા હતા કે , "યુવકો મારું હૃદય છે". મોરબી રેલ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજની એક હાકલે 1500 જેટલા યુવકો રાહતકાર્યમાં જોડાયા હતા. છાત્રાલય પ્રવૃત્તિનો પ્રારંભ યોગીજી મહારાજે યુવાપ્રવૃત્તિ દ્વારા કરાવ્યો હતો એ આજે ચૈતન્ય મંદિરો બની ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત 2015માં કરી હતી જે આજે ચારિત્ર્યયુક્ત યુવાનોનું સર્જન કરી રહ્યું છે.”
પૂ. યજ્ઞપ્રિય સ્વામી, BAPS
BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ  યુવાનોના વિરલ ઘડવૈયા હતા. બાળકો અને યુવકો હંમેશા પ્રેમ અને લાગણીને ઝંખે છે માટે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા યુવકોને પ્રેમ આપ્યો છે અને તેમની ભૂલોને અવગણીને અને માફ કરીને પણ પ્રેમ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે તેવા નિયમધર્મની દૃઢતા વાળા યુવકોનું નિર્માણ કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજે અજોડ સેવા કરે તેવા અને સમર્પિત યુવકોનું નિર્માણ કર્યું છે.”
સંસ્કૃતિના રક્ષણમાં સ્ત્રીઓના પ્રદાન વિષયક સભા
  • BAPS મહિલા પ્રવૃત્તિના સ્વયંસેવિકા દયાબેન રાવરિયાએ ‘શીલમ’ - ચારિત્ર્યની દ્રઢતા પર બહાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, ‘પ્રમુખસ્વામી મહારાજ નગર સૌને સારા સિદ્ધાંતો અને શુભ મૂલ્યો સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા શુદ્ધ સંત જ આવા ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કરી શકે.’
  • FLAME યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ અને IIM ખાતે પૂર્વ પ્રોફેસર અને ડીન એવા પ્રોફેસર ઇન્દિરા પ્રરીખે જણાવ્યું, આપણી સંસ્કૃતિ અને મૂલ્યો વિશ્વમાં અદ્વિતીય છે. જેમકે, વિશાળ કિલ્લાઓનું અને મંદિરોનું શતાબ્દીઓ પૂર્વે સર્જન થયું છે, તે જ દર્શાવે છે કે ભારતીયો સંચાલનમાં કુશળ રહ્યા છે. આજે ઘણી મહિલાઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરે છે. હું પણ ભારતીય વસ્ત્ર પરિધાન કરું છું તેને મારી આસપાસના લોકો આદરની દ્રષ્ટિથી જુએ છે. જો આપણે આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિનો આદર કરીશું, તો અન્ય પણ તેમનો આદર કરેશે. પ્રમુખસ્વામી મહારાજના સર્જનો-જેવા કે મંદિરો, શાળાઓ, હોસ્પિટલો, ઉત્સવો વગેરેએ નારીશક્તિ અને આપણી સંસ્કૃતિ માટે આદર જન્માવ્યો છે. આજે નગરની મુલાકાત કરીને મને ગૌરવની અનુભૂતિ થઈ.
  • GCCI ના પૂર્વ પ્રમુખ પ્રીતિ પરીખે જણાવ્યું,  “આ એક સુંદર અનુભવ છે. પ્રમુખસ્વામી મહારાજ નગર  અદભૂત છે. અહીંના અનુશાસને મને અવાક્ કરી દીધી છે. પ્રમુખસ્વામી મહારાજના પ્રભાવથી BAPSમાં અનેરી શિસ્ત જોવા મળે છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ સદેહે અહી ન હોય, પરંતુ તેઓની ચેતના અહી અનુભવાઈ રહી છે.” 
  • સાબરકાંઠાની શિક્ષણ સમિતિના પ્રમુખ રમિલા પટેલે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમૂલ્ય ઉત્સવ છે. ખાસ કરીને, જે રીતે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે તે અદભૂત છે. આજે મહિલાઓ અનેક ક્ષેત્રોમાં અગ્રેસર થઈ સમાજનું નેતૃત્વ કરી રહી છે. આજે આ નગરની મુલાકાત લેવા બદલ મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી માનું છું.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.