Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડા જિલ્લાના યુવાન ખેડૂતે સરકારી સબસીડીથી કર્યુ કંઇક એવું કામ, આજે વર્ષે છ લાખ રૂપિયાની કરે છે કમાણી

કૃષિ ક્ષેત્ર દેશનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કૃષિ સાથે પશુપાલન પણ આનુષાંગિક ક્ષેત્ર છે. આજે કૃષિ સાથે સંલગ્ન અને મધુરી આવક આપતા એક અલગ પ્રકારના ક્ષેત્રની વાત કરવી છે. ખેડા જિલ્લાનો ૨૭ વર્ષનો તરવરિયો અર્જૂનસિંહ ઝાલા નામનો યુવાન કંઇક અલગ કરી બતાવવાની ખેવના સાથે આજે મધુમક્ષિકા પાલન દ્વારા વાર્ષિક રૂ.છ લાખની આવક કરે છે. મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામના આ યુવકને નાનપણથી ખà«
ખેડા જિલ્લાના યુવાન ખેડૂતે સરકારી સબસીડીથી  કર્યુ કંઇક એવું કામ  આજે વર્ષે છ લાખ રૂપિયાની કરે છે કમાણી
કૃષિ ક્ષેત્ર દેશનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કૃષિ સાથે પશુપાલન પણ આનુષાંગિક ક્ષેત્ર છે. આજે કૃષિ સાથે સંલગ્ન અને મધુરી આવક આપતા એક અલગ પ્રકારના ક્ષેત્રની વાત કરવી છે. ખેડા જિલ્લાનો ૨૭ વર્ષનો તરવરિયો અર્જૂનસિંહ ઝાલા નામનો યુવાન કંઇક અલગ કરી બતાવવાની ખેવના સાથે આજે મધુમક્ષિકા પાલન દ્વારા વાર્ષિક રૂ.છ લાખની આવક કરે છે. મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામના આ યુવકને નાનપણથી ખેતી કરવામાં ખૂબ રસ હતો. નાનો હતો ત્યારથી જ તે તેમના પિતા શ્રી લક્ષ્મણભાઇ ઝાલા સાથે ખેતરની જમીન ખૂંદતો. અર્જૂનસિંહે મોટા થઇને જોયું કે, તેના ખેતરમાં વાવવામાં આવતી બાજરીના ઉત્પાદનમાં ધીરેધીરે ઘટાડો થઇ રહ્યો હતો. આવકનું ઓછું પ્રમાણ અને તેમાં પણ દિવસેને દિવસે ઘટતી જતી આવક વચ્ચે કશો માર્ગ સૂઝતો ન હતો.
આ બધા વચ્ચે તેને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જેને બહું મહત્વ આપે છે અને રાજ્ય સરકાર પણ કૃષિની ફળદ્રુપતા બચાવવા માટે જેના પર ભાર મૂકે છે તે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં રસ પડ્યો . તેના વિશે જાણીને તે બાગાયત ખાતામાં આ અંગે વધુ વિગતો જાણવાં માટે ગયો. અહીં તેને પ્રાકૃતિક કૃષિ એટલે શું અને તે કેવી રીતે કરી શકાય આ ઉપરાંત તેના ફાયદા વિશે જાણવાં મળ્યું.તેને એ પણ જાણવા મળ્યું કે તેના ખેતરમાં પાક ઓછું ઉતરવાનું કારણ રાસાયણિક ખેતી છે. ત્યારબાદ અર્જૂનસિંહે પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂ કરી.
તેણે જોયુ કે પ્રાકૃતિક ખેતી દ્વારા પાક સરસ થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઇ રહે છે. પહેલા કરતાં પ્રાકૃતિક ખેતીથી તેમના ખેતરમાં બાજરી અને તમાકુના પાકના ઉત્પાદનમાં પણ ધીરેધીરે વધારો થઇ રહ્યો હતો. 
થોડોક સમય વિત્યા પછી અર્જુનસિંહે મધમાખી ઉછેર વિષે સાંભળ્યું. કંઇક અલગ કરવાની તેમની ચાહ તેઓને સંશોધન માટે ભૂજ, સૂરત દોરી ગઈ. આ સ્થળોએ તેઓએ મધમાખી ઉછેર કરતાં ખેડૂતો પાસેથી મધુમક્ષિકા પાલનની નાનામાં નાની વિગતો જાણી.  ત્યારબાદ તેમણે રાજ્ય સરકારની સબસીડીની મદદ દ્વારા પ્રાયોગિક ધોરણે પ્રથમ ૧૦૦ પેટીથી મધ ભેગું કરવાની શરૂઆત કરી. પરંતુ તેમાં ૫૦ મધની પેટીઓ નિષ્ફળ ગઈ. આથી ફરી એકવાર હતાશા આવી. છતાં તેઓ હિંમત હાર્યા નહીં અને વધુ ૫૦ પેટીઓથી ફરી મધ ભેગું કરવાની શરુઆત કરી. આજે અર્જૂનસિંહ પાસે ૧,૨૦૦ મધ પેટીઓ છે. જેમાં તેઓ મધ ભેગું કરે છે અને વાર્ષિક રૂ.૬ લાખ ની કમાણી મધમાખી ઉછેર દ્વારા કરે છે.
અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે,  મધમાખી ઉછેરની પેટી ખરીદવા માટે રાજ્ય સરકાર ૫૫% સબસીડી આપે છે. એટલે કે, જે મધની પેટી બજારમાં રૂ. ૪,૦૦૦ની મળે છે, તે સરકારની સહાયથી ખેડૂતોને લગભગ રૂ.૧,૮૦૦ માં જ મળી રહે છે.કૃષિ સિવાયના સમયમાં ખેતરમાં જ આ મધુમક્ષિકા પાલન દ્વારા તેઓ વધારાની આવક મેળવવા સાથે ગામના યુવાનોને રોજગારીનો અવસર પણ આપી રહ્યા છે. તેમની આ પ્રવૃત્તિ જોઇને ગામના અન્ય ૧૯ ખેડૂતો પણ મધમાખી ઉછેરમાં જોડાયા છે. તેઓ ખેડા, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં મધુમક્ષિકા પાલનનો વ્યવસાય કરીને આ મીઠી અને મધુરી ખેતી કરી રહ્યા છે.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.