Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખ સ્વામી નગરની સાંધ્ય સભામાં દેશ-વિદેશની મહિલા આગેવાનની ઉપસ્થિતિ

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અહીં દરરોજ જુદાં-જુદાં દિવસો ઉજવવામાં આવે છે અને વિવિધ વિષયો પર ચર્ચાઓ થાય છે. જે અંતર્ગત આજે નગરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રની મહિલા આગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને નગરમાં મહિલા સ્વયંસેવિકાઓની ભાગીદારીને પણ બિરદાવી હતી. ઉપસ્થિત મહà
પ્રમુખ સ્વામી નગરની સાંધ્ય સભામાં દેશ વિદેશની મહિલા આગેવાનની ઉપસ્થિતિ
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અહીં દરરોજ જુદાં-જુદાં દિવસો ઉજવવામાં આવે છે અને વિવિધ વિષયો પર ચર્ચાઓ થાય છે. જે અંતર્ગત આજે નગરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજીક અને રાજકિય ક્ષેત્રની મહિલા આગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજુ કર્યાં હતા અને નગરમાં મહિલા સ્વયંસેવિકાઓની ભાગીદારીને પણ બિરદાવી હતી. ઉપસ્થિત મહિલા અગ્રણીઓએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આનંદીબેન પટેલ, રાજ્યપાલ - ઉત્તર પ્રદેશ
આપણાં સૌના માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ મહાન ઉત્સવ છે. આપણે આપણી દીકરીઓને સમાજમાં આવતા પરિવર્તનો સાથે પરિચિત કરાવવા જોઈએ અને એ જ દર્શાવતી સુંદર નૃત્ય નાટિકા અહી પ્રદર્શિત કરી છે તે માટે હું આ બી.એ.પી.એસ સંસ્થાનો આભાર માનું છું કારણકે આ નાટિકા સમગ્ર ભારતભરમાં જાગૃતિ લાવવા માટે કરવી જોઈએ જેથી આપણે આપણી દીકરીઓને બચાવી શકીશું.
33 હજાર સ્વયંસેવક બહેનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા કરી રહ્યા છે અને મહિલાઓની તાકાતને માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ સમજી શક્યા છે. પ્રમુખસ્વામી મહારાજે લાખો બાળ બાલિકાઓને સેવા કરાવતા કરાવતા ઉચ્ચ જીવન જીવવાના પાઠ અને મૂલ્યો શીખવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નાતજાત ઊંચનીચ ના ભેદભાવ વગર નાનામાં નાના માણસના ઘરે પણ પધરામણી કરી છે.
જ્યારે મુખ્યમંત્રીના નાતે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા સારંગપુર ગઈ હતી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પોતાનો પહેરેલો હાર કાઢીને મારા સુધી મોકલાવી સ્વાગત કરેલું અને એ  હાર મે આજે પણ સાચવીને રાખ્યો છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને લાગણી અકલ્પનીય હતા. ગર્ભાશયના અથવા સ્તન કેન્સરથી જ્યારે ઘરની સ્ત્રીનું અકાળે અવસાન થાય ત્યારે આખું ઘર નોધારું થઈ જાય છે માટે 9 થી 14 વર્ષની દીકરીઓને 6 મહિનાના અંતરે 2 વેક્સિન એચપીની જરૂર આપજો જેથી તેઓ કેન્સરથી બચી શકે. સ્તન કેન્સરથી બચવા માટે યોગ એ ઉત્તમ ઉપાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સફળ સાબિત થયું છે અને પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક યોગશિબિરનું આયોજન પણ થયું છે. બાળકો દ્વારા સંચાલન કરવામાં આવતી બાળકો માટેની બાળનગરી જોઈને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે તેવું મને દ્રઢપણે મનાય છે. "ઘર નું આંગણું ઉત્તમ હોવું જોઈએ" તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજનગરનું આંગણું છે.
દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય રાજ્ય મંત્રી - ભારત સરકાર
આ સુંદર નગરીના દર્શન કરીને તમામ દૃશ્યો મારા અંતરમાં ઉતરી ગયા છે."વસુધૈવ કુટુમ્બકમ"  ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે જે ઉત્તમ એન્ડ શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં અનોખું યોગદાન આપશે. પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતા અને સ્વચ્છતામાં સ્વયંસેવક બહેનોનું અનોખું યોગદાન જોવા મળે છે માટે સાચા અર્થમાં પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણનું કાર્ય કર્યું છે એવું હું દ્રઢપણે માનું છું. દીકરી એ બે  ઘરને સાચવતી હોય છે એ રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ સ્વયંસેવક બહેનો બધાને સાચવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા મંદિરોમાંથી ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળે છે.
મીનાક્ષી લેખી, કેન્દ્રીય રાજ્ય મંત્રી - ભારત સરકાર
આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અને પ્રબંધન એ ભવિષ્યના ઉજ્જવળ ભારતનું ઉદાહરણ છે. આજે વિદેશથી આવતા રાજકીય મહેમાનો દિલ્હી અક્ષરધામ મંદિરની મુલાકાત અચૂક લે છે જે ભારતીય સંસ્કૃતિ , સંસ્કારો , સભ્યતા , સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ છે અને તેના દર્શન કરીને ખૂબ જ અભિભૂત થઈ જાય છે.પ્રમુખસ્વામી મહારાજે ઊંચનીચ અથવા નાતજાતના ભેદભાવ વગર દરેક લોકોને અપનાવ્યા છે અને સમાજ સેવાનાં કાર્યો કર્યા છે. ભારતીય લોકો મહેનતુ હોય છે અને ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે અને તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે જાય છે ત્યારે ત્યાં જઈને પણ સંસ્કૃતિ જીવિત રાખે છે અને તેનો શ્રેય બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાને જાય છે કારણકે વિશ્વભરમાં અનેક મંદિરોના નિર્માણ દ્વારા તે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય આપે છે જે ભારતીયોનો પરિચય છે.પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યોનું પાલન કરીશું તો સાચા અર્થમાં સમાજ સેવા કરી શકીશું.
પાદરી ડૉ. ડોર્કાસ રિગાથી, સેકન્ડ લેડી - કેન્યા રિપબ્લિક
સ્ત્રી એ શક્તિ અને સમર્પણ નું પ્રતિક છે. એક મા  પોતાના બાળકોને પ્રાર્થના કરતા શીખવે છે અને સંસ્કારો આપે છે.  સ્ત્રીઓ  પરિવર્તનની  વાહક છે. પ્રમુખસ્વામી મહારાજનું નિર્માનીપણું અદભૂત હતું અને તેઓને સમાજ પ્રત્યે ખૂબ જ કરુણા અને લાગણી હતી. સમાજમાં બદલાવ લાવવો હશે તો આપણે બાળકોને નાનપણથી જ સ્ત્રીઓનું સન્માન કરતા શીખવવું પડશે. આ પ્રમુખસ્વામી નગરમાંથી A family who prays together, stays together" સૂત્ર લઈને જાઉં છું.
પ્રો. હેન્ના હી-સન કિમ, એડેલ્ફી યુનિવર્સિટી
એડેલ્ફી યુનિવર્સિટીના પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેન્ના હી-સન કિમે જણાવ્યું, સને 1992માં ગાંધીનગરમાં હું યોગી શતાબ્દી મહોત્સવમાં હાજર હતી, જે આજે પણ મને યાદ છે અને હું આ સંસ્થાની વિદ્યાર્થી છું. પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે અને આ બધા પાછળ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા રહેલી છે. પુરુષાર્થ+પ્રાર્થના=સફળતા સૂત્ર એ પ્રમુખસ્વામી મહારાજે આપેલું અનોખું સૂત્ર છે જે આપણે સહુએ જીવનમાં ઉતારવું જોઈએ.
જસ્ટિસ અભિલાષાબેન કુમારી, લોકપાલ સમિતિના ન્યાયિક સભ્ય
હું આ સંસ્થાની ખૂબ ખૂબ આભારી છું મને આ નગર દર્શનની તક આપવા અને પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા બદલ. પ્રમુખસ્વામી મહારાજ એ કરુણા , સંતત્વ અને સાધુતાની મૂર્તિ હતા અને આવા મહાપુરુષો આ ધરતી પર અવતરીને અનેક લોકોના દિલમાં વસીને તેમનું જીવનપરિવર્તન કરે છે.જે માણસ પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરે તે તેમની સાધુતાની ભ્રમણકક્ષામાં ઘૂમતો થઈ જતો તેવી તેમની સાધુતા હતી.પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કર્યું છે.
ડો. જયંતી રવિ, સેક્રેટરી - ઓરોવીલ ફાઉન્ડેશન
મે સારંગપુર માં પ્રમુખસ્વામી મહારાજના દર્શન કર્યા હતા તે આજે પણ મને યાદ છે કારણકે તેઓ દિવ્યતા અને આધ્યાત્મિકતાના ઊર્જા સ્ત્રોત સમાન હતા અને મારા માટે તે અવિસ્મરણીય દર્શન છે. પ્રમુખસ્વામી મહારાજે અણીશુદ્ધ ચોખા જેવા સ્વયંસેવકોનું નિર્માણ કર્યું છે જે નિઃસ્વાર્થ ભાવે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા કરી રહ્યા છે. મારા માટે રસ્તા પરથી પણ પ્રમુખસ્વામી મહારાજના 1 મિનિટના દર્શન એ જીવનભરનું સંભારણું છે.મારી લખેલી થીસીસ પણ પ્રમુખસ્વામી મહારાજે પ્રસાદીની કરીને હરિકૃષ્ણ મહારાજના ફૂલ સાથે આશીર્વાદરૂપે મોકલી હતી તે મારા માટે અવિસ્મરણીય છે અને તે ફૂલપુષ્પો આજે પણ મેં સાચવીને રાખ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.