આણંદના સારોલમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વિદ્યાર્થીઓને રેસ્કયૂ કરાયા, જુવો વિડીયો
ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મંગળવારે સાંજે ભારે વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને આ સમયે જ સારોલની શાળા છુટતાં વિદ્યાર્થીઓને ધસમસતા પાણીના ભારે પ્રવાહ વચ્ચે એકબીજાનો હાથ પકડીને પાણીને પાર કરવું પડયું હતું
Advertisement
ગુજરાતમાં સર્વત્ર ભારેથી અતિ ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મંગળવારે સાંજે ભારે વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને આ સમયે જ સારોલની શાળા છુટતાં વિદ્યાર્થીઓને ધસમસતા પાણીના ભારે પ્રવાહ વચ્ચે એકબીજાનો હાથ પકડીને પાણીને પાર કરવું પડયું હતું. વિદ્યાર્થીઓ પાણીના ભારે પ્રવાહ વચ્ચેથી પસાર થતાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે 'ગુજરાત ફર્સ્ટ' આ વિડીયોની પુષ્ટી કરતું નથી.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દરમીયાન મંગળવારે સાંજના સમયે આણંદ જીલ્લાના બોરસદ પાસેના કાંઠા વિસ્તારમાં આવેલા સારોલ ગામ સહિતના આસપાસના ગામમમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ચાર કલાકના ગાળામાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં સારોલ ગામના મુખ્ય રસ્તા પર નદી જેવો માહોલ જોવા મળ્યો હતો અને કમરસમા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.
આ સમયે જ શાળા છુટતાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વિદ્યાર્થીઓને ઘેર જવાની નોબત આવી હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે વિદ્યાર્થીઓ પાણીના ભારે ધસમસતા પ્રવાહ વચ્ચે એકબીજાનો હાથ પકડીને જળપ્રવાહને પાર કરી રહ્યા છે અને તેમને શાળાનો સ્ટાફ પણ મદદ કરી રહ્યો છે.
જો કે 'ગુજરાત ફર્સ્ટ' આ વિડીયોની પુષ્ટી કરતું નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ સારોલ ગામની આસપાસ ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને પાકને પણ નુકશાન થયું છે. વિડીયોમાં જોવા મલે છે કે ગામમાં ચારે તરફ પાણી ફરી રહ્યા છે. વિદ્યાર્થીઓ એકબીજાનો હાથ પકડીને બહાર નિકળી રહ્યા છે. ઠેર ઠેર કમરસમા પાણી જોવા મળે છે. આ વિસ્તારમાં સાંજના સમયે ભારે વરસાદ પડ્યો હતો જેથી કાંઠા વિસ્તારના સારોલ અને ગજરા ગામ પાસે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. શાળા પુર્ણ થતાં વિદ્યાર્થીઓ ઘેર જતા હતા ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર ભારે પાણી ફરી વળ્યા હતા. વિદ્યાર્થીઓને જીવના જોખમે ઘેર જવું પડયું હતું. નદી કાંઠે આ ગામ આવેલું છે,જ્યાં ચાર કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.