Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણામાં સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર વેચી મારવાનુ કૌભાંડ આવ્યું સામે

ટ્રક ધાનેરાને બદલે સીધી પહોંચી હતી ડાંગરવાની ફેક્ટરીમાં મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ડાંગરવા ગામ નજીક બિન અધિકૃત ચાલતી ફેક્ટરીમાંથી સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરનું કૌભાંડ ઝડપાયું છે..ઇફકો કંપનીમાંથી બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં મોકલવામાં આવેલી નીમ કોટેડ યુરીયા ખાતર ભરેલી ટ્રક ડાંગરવા ગામ નજીકની ફેક્ટરીમાં લઇ જવાઈ હતી અને ખેડૂતોનું સબસીડી વાળા ખાતર નું બરોબાà
મહેસાણામાં સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર વેચી મારવાનુ કૌભાંડ આવ્યું સામે

ટ્રક ધાનેરાને બદલે સીધી પહોંચી હતી ડાંગરવાની ફેક્ટરીમાં 
મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ડાંગરવા ગામ નજીક બિન અધિકૃત ચાલતી ફેક્ટરીમાંથી સરકારી સબસીડીવાળા યુરીયા ખાતરનું કૌભાંડ ઝડપાયું છે..ઇફકો કંપનીમાંથી બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડમાં મોકલવામાં આવેલી નીમ કોટેડ યુરીયા ખાતર ભરેલી ટ્રક ડાંગરવા ગામ નજીકની ફેક્ટરીમાં લઇ જવાઈ હતી અને ખેડૂતોનું સબસીડી વાળા ખાતર નું બરોબારીયું સામે આવ્યું..ઘણાં લાંબા સમયથી ચાલતી આ સોડીયમ સાઈનાઇટ બનાવતી ફેક્ટરીની જાણ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે કરેલી રેડમાં ઇફકો કંપનીમાંથી  મોકલાયેલી 556 સરકારી યુરીયા ખાતર ભરેલી ટ્રક આ ગેરકાયદેસર ફેક્ટરીમાંથી ઝડપાઇ હતી..અને  ખેડૂતોના ખેતી કામ માટેનું યુરીયા ખાતર બારોબાર વેચી મારવા નું કૌભાંડ સામે આવ્યું હતું.

યુરીયા ખાતરમાંથી સોડીયમ સાઈનાઇટ બનાવવામાં આવતો હતો
ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરીમાં યુરીયા ખાતરમાંથી સોડીયમ સાઈનાઇટ બનાવવામાં આવતો હોવાનો ખુલાસો પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે..સબસીડીવાળા યુરિયામાં ફેકટરીમાં તપાસ કરતા સોડિયમ પાવડરની 270 સાદા સોડા પાવડરની 100 સોડિયમ કાર્બોનેટ ની 370 ટેક્નિકલ ગ્રેડ યુરિયા 262 સોડિયમ સાઈનાઈટ પાવડરની 130 બેગો મળી આવી જે મિક્ષ કરી નવી પ્રોડક્ટ બનાવી પ્લાયવુડ બનાવતી ફેકટરીઓ માં મોંઘા ભાવે વેચાતું હોવાની હાલમાં માહિતી મળી રહી છે. જોકે ખેડૂતો માટેનું નીમ કોટેડ સરકારી સબસીડી વાળા યુરીયા ખાતર ને બારોબાર વેચી મારવા ના કૌભાંડના પર્દાફાશ બાદ ફેક્ટરી  માલિક હર્ષદ પટેલ અને ટ્રક ચાલક સહીત કુલ 7 ઈસમો  સામે નંદાસણ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધવા માં આવી છે. અને હાલમાં ટ્રેક ડ્રાઈવર, ક્લીનર અને ફેકટરીના મેનેજર અન્ય એક મળી કુલ 4 ની અટકાયત કરી છે. હજુ ફેકટરીના માલિક સહિત બે આરોપી ઝડપાયા નથી.
પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી 
આ ફેકટરી ગુજરાત ફસ્ટની ટીમ પહોંચી ત્યારે જોવા મળ્યું કે આ ફેકટરીનું  કોઈ બોર્ડ પણ લગાવેલ નહોતું. એટલે કે આખી ફેકટરી બોગસ રીતે જાણે ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.મહેસાણા પોલીસે હાલ માં 4 આરોપીઓની અટકાયત કરી છે હજુ અન્ય 3 આરોપીની અટકાયત બાકી છે. ત્યારે ફેકટરીમાંથી ઝડપાયેલા એક કર્મચારી સાથે વાત કરતા આ ફેકટરીના માલિક હર્ષદ પટેલે આ ફેકટરી કર્મચારીના નામે બોગસ રીતે કરી દીધી હોવાની વાત પણ સામે આવી રહી છે. કંપનીના કર્મચારી રમણલાલ વર્મા એ જણાવ્યું કે એક દિવસ શેઠ ગાડી લઇ મારી પાસે આવી મારા ડોક્યુમેન્ટ માંગી કેટલીક સહીઓ કરવી લીધી હતી.
હાલમાં મહેસાણા પોલીસે 4 ની અટકાયત બતાવી છે ત્યારે સાચો મલિક કોને બતાવે છે તે તપાસ નો વિષય છે અને આ માલ ડાંગરવા કેવી રીતે પહોંચ્યો અને કેટલા સમય થી આવી રીતે બારોબારીયું ચાલતું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.