Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

“ઘરસભાથી ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે”: મહંતસ્વામી મહારાજ

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અહી દરરોજ વિવિધ વિષયો પર નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનું આયોજન થાય છે તેમજ સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહી પોતાના વિચારો રજુ કરતા હોય છે જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિન ઉજવાયો હતો. જેમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક
 ldquo ઘરસભાથી ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે rdquo   મહંતસ્વામી મહારાજ
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અહી દરરોજ વિવિધ વિષયો પર નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનું આયોજન થાય છે તેમજ સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહી પોતાના વિચારો રજુ કરતા હોય છે જે અંતર્ગત આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિન ઉજવાયો હતો. જેમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
કુટુંબમાં એકતા રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે ઘર સભાનો સચોટ ઉપાય બતાવ્યો છે. ઘર સભા કરવાથી ગેરસમજણ દૂર થાય છે અને ઘરના સભ્યોમાં આત્મીયતા વધે છે તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે. ઘરસભાથી બાળકોમાં સંસ્કાર જાગૃત થાય છે.
જગદ્ગુરુ શ્રી શિવાદેશીકેન્દ્ર મહાસ્વામીજી, પ્રમુખ શ્રી - જન શિક્ષણ સંસ્થાન (JSS) મહાવિદ્યાપીઠ
આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે અને તેમના જીવન અને કાર્યોનો પરિચય ખૂબ જ અસરકારક રીતે દર્શાવવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત હતા જેમને નાત-જાત ના ભેદભાવ વગર તમામને અપનાવ્યા છે અને વિશ્વભરના 1100થી વધારે મંદિરો એ આધુનિક વિશ્વનાં ચેતના કેન્દ્રો છે જ્યાં સંસ્કાર અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાના પાઠ શીખવાડવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને અને ભગવાન સ્વામિનારાયણની  દિવ્ય ચેતનાને જાય છે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના "બીજાના ભલામાં આપણું ભલું" એ ભાવના સાચા અર્થમાં વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.
શ્રી જયરાજ સી. ઠાકર, નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું ધન્યતા અનુભવું છું અને આજે બાળ નગરીમાં 12 વર્ષની બાળકીએ નગરનો પરિચય આપ્યો એ જ બતાવે છે કે પ્રમુખસ્વામી મહારાજે સંસ્કારયુક્ત અને ચારિત્ર્યયુક્ત બાળસમાજનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજની સરલતા અને સાદગી મારાં હ્રદયને સ્પર્શી ગઈ છે.
શ્રી દિલીપભાઇ જોશી, અભિનેતા
પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં નારાયણ સ્વરૂપ સમાન સંત હતા કારણકે તેમને જીવપ્રાણી માત્ર માટે કરુણા અને પ્રેમ હતા માટે જ બધાને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજે હજારો લાખો લોકોને મળીને લોકોનું જીવન પરિવર્તન અને કલ્યાણનું કાર્ય નિઃસ્વાર્થભાવે કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં "સંપ , સુહૃદભાવ અને એકતા" નો સંદેશો જોવા મળે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછળ  પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે અને તેમની કૃપાથી છેલ્લા 14 વર્ષથી અવિરત આ સીરિયલ ચાલતી આવે છે.
શ્રી અમિતભાઈ ચાવડા, કોંગ્રેસના MLA
પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાય અને એમાં આપણને હાજર રહેવા મળે તેનાથી મોટા ભગવાનના આશીર્વાદ બીજા કોઈ ના હોઈ શકે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક એક કણમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંસ્કારો અને મૂલ્યોનું દર્શન થાય છે. 600 એકર જમીન તમામ ખેડૂતોએ સમર્પણભાવ સાથે શતાબ્દી મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ નગર માટે અર્પણ કરી છે તેઓને ધન્યવાદ છે. નગરમાં આવનાર તમામ વ્યક્તિઓ ઘરે જતા ઉપદેશ અને સ્મિત સાથે જાય તેવા આ પ્રમુખ સ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો છે. આ BAPS સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો છે અને સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું છે.
શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ
આજે હું એક રાજકીય નેતા તરીકે નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજના પ્રીતિપાત્ર હરિભક્ત તરીકે આજે હું અહી આશીર્વાદ લેવા આવ્યો છું."જૂઠના દસકા હોય અને સત્યની શતાબ્દી હોય છે" એ રીતે પ્રમુખસ્વામી મહારાજ સત્ય હતા અને તેમની શતાબ્દીમાં આપણે હાજર છીએ એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. આજે BAPSનું વિશાળ વટવૃક્ષ આપણને દેખાય છે, પરંતુ તેના બીજને માવજત કરવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે તે માટે આપને તેઓના ઋણી છીએ. પ્રમુખસ્વામી મહારાજે નાતજાતના ભેદભાવ વગર તમામને પોતાના દિલમાં સ્થાન આપ્યું હતું માટે આજે સૌના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું અવિચળ સ્થાન છે.પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની દિવ્યશક્તિ અને હરિભક્તોના પુરુષાર્થના લીધે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ શક્ય બન્યું છે.
પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
હું ખૂબ જ ધન્યતા અનુભવું છું આ "ભૂતો ન ભવિષ્યતિ" શતાબ્દી મહોત્સવમાં હાજર રહીને. સમસ્ત રામકૃષ્ણ મિશન વતી આ નગરનું આયોજન કરવા તમામ આયોજકોને હું અભિનંદન પાઠવું છું અને અહીં દેશ વિદેશના ૮૦,૦૦૦ સ્વયં સેવકો જે પ્રબંધન કરી રહ્યા છે તેને જોઈને એમ થાય છે કે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અહી આવીને શીખ લેવી જોઈએ. પ્રમુખસ્વામી મહારાજને રામકૃષ્ણ મિશનના સંતો પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો અને હું દૃઢપણે માનું છું કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે કોઈ આવશે તેના પર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે.
શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી શ્રી - ગુજરાત
આ ઐતિહાસિક ક્ષણોના  સાક્ષી બનવાની તક મળી તે માટે હું આપ સૌનો આભારી છું. આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ.પી.એસ સંસ્થા હંમેશા પ્રથમ ઊભા રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવનપરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. આ નગરમાં રોજ હજારો લાખો ભક્તો દર્શન કરવા આવે છે તે માત્ર સ્વામિનારાયણના જ ભક્તો નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચારોથી પ્રેરિત થઈને જીવનપરિવર્તનના ધ્યેય સાથે દેશ વિદેશમાંથી આવનાર નાગરિકો છે.
શ્રી તુષાર શુક્લ - વિખ્યાત કવિ
આ નગરમાં આવનાર તમામ લોકો સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત જીવન જીવવાની પ્રેરણા લઈને જશે જેનાથી એવો પાક તૈયાર થશે જે વર્ષો સુધી બગડશે નહિ. ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજનું અતુલ્ય યોગદાન છે. સંવાદની ગેરહાજરી થી અનેક પ્રશ્નોનો ઉદભવ થાય છે અને તેનો ઉત્તમ ઉપાય પ્રમુખસ્વામી મહારાજે આપેલ ઘર સભા છે. આપણે "સ્વને" ભૂલીને "સર્વનો" વિચાર કરીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.