મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે એક્શનમાં પોલીસ, 9 લોકોની કરી અટકાયત
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અટકાયતમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર કેબલ પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સતત વધીને 134 પર પહોંચી ચૂકી છે. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનાને લઇને આ પુલની જાળવણીનો કોન્ટ્રા્કટ જે કંપનà
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અટકાયતમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર કેબલ પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સતત વધીને 134 પર પહોંચી ચૂકી છે. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનાને લઇને આ પુલની જાળવણીનો કોન્ટ્રા્કટ જે કંપનીને આપવામાં આવ્યો હતો તેની સામે 304, 308, 114 અંતર્ગત ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.આ દુર્ઘટનાને લઇને એસઆઇટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. એસઆઇટીએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
મોરબી પુલ દુર્ઘટનામાં 2 મેનેજર, કોન્ટ્રેક્ટર પિતા-પુત્ર, 3 સિક્યૂરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરવામાં આવી છે.
જે 9 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં પુલના પ્રબંધક અને મેન્ટન્સ સાથે જોડાયેલા અધિકારી શામેલ છે. આ ઉપરાંત આ કંપનીના લાગતા વળગતા તમામ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે એ વાત સામે આવી ચૂકી છે કે આ પુલને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું. આમ છતા આ પુલને ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે હાલ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આવતીકાલે આ ઘટનાના મૃતકોના પરિવારજનોને મળશે. આ ઘટનાને પગલે પીએમ મોદીએ અમદાવાદમાં આયોજિત પોતાનો રોડ શો રદ કરી દીધો છે.
આ પણ વાંચો - PM મોદી આવતી કાલે જશે મોરબી, મેળવશે જાત માહિતી
Advertisement