Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કઇ બેઠકો પર કોંગ્રેસે ભાઇ-બહેનની જોડીને કરી રિપિટ , શું છે આ પાછળ કોંગ્રેસનું ગણિત

વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે  ભાઇ-બહેનની જોડીને રિપિટ કરી છે. કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પનાબેન મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાના સંતાનો છે. લીમડી ચોટીલા બેઠક પર કોળી સમાજ પ્રભૂત્વ રહ્યું છે. પંથકમાં દિગ્ગજ કોળી નેતા અને ગાંધી વાદી છાપ ધરાવતા કરમશીભાઇ મકવાણા પરિવારનું શિક્
જાણો કઇ બેઠકો પર કોંગ્રેસે ભાઇ બહેનની જોડીને કરી રિપિટ   શું છે આ પાછળ કોંગ્રેસનું ગણિત
વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે  ભાઇ-બહેનની જોડીને રિપિટ કરી છે. કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પનાબેન મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાના સંતાનો છે. લીમડી ચોટીલા બેઠક પર કોળી સમાજ પ્રભૂત્વ રહ્યું છે. પંથકમાં દિગ્ગજ કોળી નેતા અને ગાંધી વાદી છાપ ધરાવતા કરમશીભાઇ મકવાણા પરિવારનું શિક્ષણ ક્ષેત્રે મોટુ યોગદાન રહ્યું છે. કોંગ્રેસે આ મુદ્દાને ધ્યાને લઇને  ભાઈ-બહેનને ફરી મેદાને ઉતાર્યા છે. કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક ઉપર પીઢ કૉંગ્રેસી અને કોળી આગેવાનની પુત્રીને ટિકિટ આપીને કૉંગ્રેસે જ્ઞાતિનું સમીકરણ સાચવવા સાથે મહિલા મતદારોને આકર્ષવાનો રસ્તો પણ અપનાવ્યો છે. 
લીબંડી બેઠક પર કોળી જ્ઞાતિનું છે પ્રભુત્વ 
લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં લીંબડીની સાથે સાયલા તાલુકાનાં ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો છે. કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કૉંગ્રેસે પીઢ કૉંગ્રેસી આગેવાન કરમશીભાઈ મકવાણાનાં દીકરી અને ચોટીલાના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણાનાં બહેન કલ્પનાબહેન મકવાણાને મેદાનમાં ઉતાર્યાં છે. કૉંગ્રેસ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ટિકિટ આપતી આવી છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારનો પણ ફાયદો લેવા કલ્પનાબેનને ટિકિટ આપી છે. તેઓ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા છે અને અગાઉ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. 
ગત ચૂંટણીમાં શું હતી સ્થિતિ ?
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના સોમાભાઈ પટેલ અને ભાજપના કિરીટસિંહ રાણા વચ્ચે ટક્કર જામી હતી. જેમાં 14651 મતે સોમાભાઈ જીત્યા હતા. જોકે પછી તેમણે રાજીનામું આપી દેતાં પેટાચૂંટણી યોજાઈ હતી અને તેમાં કિરીટસિંહ રાણા જીત્યા હતા.
 
કેવી રહી છે કલ્પનાબેન મકવાણાની રાજકીય સફર ?
કલ્પનાબેન ભાજપમાં રહીને 2010માં જિલ્લા પંચાયતની ડોળિયા બેઠક જીતીને ઉપપ્રમુખ બન્યાં હતાં. ત્યાર પછી ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં જોડાયાં અને 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2020માં વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.સાયલાના તળપદા મતદારો પરની પકડને કારણે કૉંગ્રેસે તેમને ટિકિટ આપીને ભાજપના કિરીટસિંહ રાણાને કાંટાની ટક્કર આપી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.