ભારતીય વાયુસેના દ્વારા ભૂજમાં એરફોર્સ સ્ટેશન ખાતે “નો યોર એરફોર્સ” કાર્યક્રમ યોજાયો
સામાન્ય નાગરિકોમાં ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે અને કચ્છ ક્ષેત્રના વિદ્યાર્થીઓ/યુવાનોને તેમની કારકિર્દી તરીકે IAF પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી, 20 અને 21 જાન્યુઆરી 2023ના રોજ ભૂજમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે 'નો યોર એરફોર્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ભાગ રૂપે, IAFના એરક્રાફ્ટ અને અન્ય શસ્ત્રો પ્રણાલીનું સ્થાયી પ્રદ
સામાન્ય નાગરિકોમાં ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે અને કચ્છ ક્ષેત્રના વિદ્યાર્થીઓ/યુવાનોને તેમની કારકિર્દી તરીકે IAF પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી, 20 અને 21 જાન્યુઆરી 2023ના રોજ ભૂજમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે "નો યોર એરફોર્સ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગ રૂપે, IAFના એરક્રાફ્ટ અને અન્ય શસ્ત્રો પ્રણાલીનું સ્થાયી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને જગુઆર એરક્રાફ્ટ દ્વારા આકર્ષક એરોબેટિક પ્રદર્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર કે. જે. સિંઘે આ કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કચ્છ પ્રદેશના સામાન્ય નાગરિકો અને એરફોર્સ સ્ટેશન ભૂજની આસપાસની વિવિધ શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એર ઓફિસરે યુવાનોને સશસ્ત્ર દળો અને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં જોડાવાની પ્રેરણા આપનારા આ કાર્યક્રમની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement