Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળામાં ઠંડીની સાથે વધ્યો વાયરલનો વાયરો,એક અઠવાડિયામાં નોંધાયા અધધ કેસ

શહેરમાં વાયરલનો વાયરો વધ્યો છે..વાઈરલ ઈન્ફેક્શના તાવ અને શરદીના કેસમાં અધધ વધારો થયો છે...રાજ્યમાં ઠંડી વધતા વાઈરલ ઈન્ફેક્શનમાં વધારો થયો છે..અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડીમાં વાઈરલ કેસમાં ઉછાળો થયો છે..અમદાવાદમાં એક જ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 1322 કેસ હાડ થીંજવતી ઠંડીને કારણે લોકોને તાવ,શરદી અને વાઈરલ ઈન્ફેક્શનમાં વધારો નોંધાઈ રહ્યો છે...અમદાવાદમાં એક જ દિવસમાં ગઈકાલે વાઇરલ ઇન્ફà
શિયાળામાં ઠંડીની સાથે વધ્યો વાયરલનો વાયરો એક અઠવાડિયામાં નોંધાયા અધધ કેસ
શહેરમાં વાયરલનો વાયરો વધ્યો છે..વાઈરલ ઈન્ફેક્શના તાવ અને શરદીના કેસમાં અધધ વધારો થયો છે...રાજ્યમાં ઠંડી વધતા વાઈરલ ઈન્ફેક્શનમાં વધારો થયો છે..અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડીમાં વાઈરલ કેસમાં ઉછાળો થયો છે..
અમદાવાદમાં એક જ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 1322 કેસ 
હાડ થીંજવતી ઠંડીને કારણે લોકોને તાવ,શરદી અને વાઈરલ ઈન્ફેક્શનમાં વધારો નોંધાઈ રહ્યો છે...અમદાવાદમાં એક જ દિવસમાં ગઈકાલે વાઇરલ ઇન્ફેક્શનના  1322 કેસ નોંધાયા છે..જેમાં 622 કેસ તાવના છે..અઠવાડિયાના 6966 કેસ શરદીના નોંધાયા છે..જ્યારે તાવના 3210 કેસ નોંધાયા છે...તો અર્બન હેલ્થ સેન્ટરમાં 34353 ઓપીડી નોંધાઈ છે..શહેરમાં સતત વાઈરલના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે..જેનાથી બચવા લોકોએ ગરમ પાણી પીવુ જોઈએ,ગરમ કપ઼ડા પહેરવા સાથે જ પૌષ્ટિક ખોરાક પણ ખાવો જોઈએ..
વાયરલ ઇન્ફેક્શનથી બચવા કરો આટલા ઉપાય 
- વાયરલનું વધુ ઇન્ફેક્શન ન થાય તે માટે માસ્કનો ઉપયોગ કરો 
- તાવ અને શરદી વધારે હોય તો ડોકટરનો સંપર્ક કરો
- ગરમ પાણી જ પીવો 
- પૌષ્ટિક ખોરાક ખાઓ 
- 2 થી 3 દિવસ આરામ કરો 
- વધુ સ્ટ્રેસ વાળી એક્ટિવિટી અવોઇડ કરો 
- નાસ લો, તે શરદી માટે ઉત્તમ ઉપાય છે 
- જો તમને વાયરલ ઇન્ફેક્શન હોય તો પરિવારના નાના મોટા સભ્યોથી દૂર રહો..તાવ અને શરદી દરમ્યાન આરામ કરો - -  માસ્કનો ઉપયોગ ચોક્કસ કરો એનાથી બીજાને ઇન્ફેક્શન ઓછું લાગશે અને તમે પણ જર્મ્સ થી દૂર રેહશો.
શિયાળાની સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ઓછો થયો છે....સાદા અને ઝેરી મેલેરિયાના એક સપ્તાહમાં માત્ર  6 કેસ નોંધાયા છે..ડેન્ગ્યૂના 17 કેસ નોંધાયા છે..તો ઝાડા ઉલ્ટીના 141 કેસ કમળાના 67 કેસ અને ટાઈફોડના 49 કેસ નોંધવામાં આવ્યા છે..એએમસી આરોગ્ય વિભાગ દ્વારા  26 હજાર લોહીના નમૂના લઈ અને તપાસ કરવામાં આવી હતી...
બુસ્ટર ડોઝ લેવામાં ઉદાસીનતા 
કોરોના શાંત થતા જ લોકો હવે વેક્સિન લેવામાં ઉદાસીન જોવા મળી રહ્યા છે..શહેરમાં કોવિશિલ્ડની અછત હતી ત્યારે લોકો રસી માટે વલ્ખા મારતા હતા..પરંતુ હવે જ્યારે રસી આવે 2 દિવસ થઈ ગયા છે..ત્યારે લોકો રસી લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે...બુસ્ટર ડોઝ લેવામાં લોકો ક્યાંક આસળ કરી રહ્યા છે..એવુ લાગી રહ્યુ છે..કારણકે ફક્ત 23 ટકા લોકો એ જ હજુ સુધી બુસ્ટર ડોઝ લીધો છે..હાલમાં અર્બન હેલ્થ સેન્ટર માં 25 હજાર કોવિશિલ્ડ રસીના ડોઝ ઉપલ્બધ છે..18 હજાર કો વેક્સિનના ડોઝ  ઉપલબ્ધ છે..શહેરમાં હજુ પણ 35 લાખ લોકો બુસ્ટર ડોઝ થી હજુ વંચિત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.