Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, 121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

વડોદરાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ( Drugs)ફેક્ટરીની તપાસમાં એક અઠવાડીયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. ફેક્ટરીમાં તૈયાર થયેલુ ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ,સાથે જ દ્વારા અગાઉ પ્રાથમિક ધોરણે તૈયાર કરેલી લેબોરેટ્રી નો સામાન પણ કબ્જે કરાયો છે. જેથી પોલીસને શંકા છે કે આરોપી અન્ય એક ફેક્ટરી શરૂ કરવાની ફિરાકમાં હતા. તે પહેલા જ પોલીસે 121.40 કરોડનુ 24.280 કિલોગ્àª
સિંઘરોટ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ  121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
વડોદરાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ( Drugs)ફેક્ટરીની તપાસમાં એક અઠવાડીયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે. ફેક્ટરીમાં તૈયાર થયેલુ ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યુ,સાથે જ દ્વારા અગાઉ પ્રાથમિક ધોરણે તૈયાર કરેલી લેબોરેટ્રી નો સામાન પણ કબ્જે કરાયો છે. જેથી પોલીસને શંકા છે કે આરોપી અન્ય એક ફેક્ટરી શરૂ કરવાની ફિરાકમાં હતા. તે પહેલા જ પોલીસે 121.40 કરોડનુ 24.280 કિલોગ્રામ ડ્રગ્સ અને 100 કિલો મટીરિયલ કબ્જે કર્યુ છે.
121 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
વડોદરા જિલ્લાના સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફક્ટરી કેસમાં ફરી એક વખત તૈયાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કટારીયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિમતનો 24.280 કિલો જથ્થો કબ્જે કર્યો છે જે તથ્થો આ ગુનાના ફરાર આરોપી મારફતે દુબઈ મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ ભરત ચાવડા પાસેથી 1.770 કિલો કે જેની કિમંત 8.85 કરોડ થાય છે. તે કબ્જે કર્યુ હતુ. એટલે કે એક અઠવાડીયામાં બે મોટા ડ્રગ્સના જથ્થા એટીએસ ધ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબ્જે કરી 
ત્યારે ગઈકાલે એટીએસે કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલુ કેમિકલ પણ કબ્જે કર્યુ છે. જે કેમિકલની કિમત પણ કરોડોમાં થાય  છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબ્જે કરી છે.  એટલે કે આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ માની રહી છે.  સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા,મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનુ નેટવર્ક ખુલ્યુ છે. સાથે જ દુબઈ થી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યા છે. તેની પણ તપાસ થઈ રહી છે.
એટીએસે કુલ 6 આરોપીઓની  ધરપકડ  કરી 
ડ્રગ્સની ફેક્ટરી મળ્યા બાદ એટીએસે કુલ 6 આરોપીને ઝડપી લીધા છે. તેમની પુછપરછ દરમિયાન એમડી ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં મુખ્ય આરોપી સૌમિલ પાઠક છે. સાથે જ મુંબઈ અને દુબઈના ડ્રગ્સ ડિલરોની સંડોવણી સામે આવી છે. ત્યારે તેમને ઝડપી લેવા પોલીસ સુ કાર્યવાહી કરે છે. તે જોવુ મહત્વનુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.