Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જિલ્લામાં ૩ ચેક રીટન કેસમાં 2 આરોપીઓને 1-1વર્ષની કાળાવાસની સજા અને દંડ..

ચેક રીટન કેસની સંખ્યાઓમાં સતત વધારો નોંધાયો છે રૂપિયા લીધા બાદ દેવાદારો પણ પોતાના બેંક એકાઉન્ટના ચેક આપતા હોય છે અને જ્યારે ચેક રીટર્ન થાય ત્યારે મામલો કોર્ટમાં પહોંચતો હોય છે આવા જ ચેક રિટર્ન કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીટન કેસમાં અલગ અલગ ચેક અને અલગ અલગ કેસમાં આરોપીઓને એક એક વર્ષની કાળાવાસ અને દંડનો હુકમ કરાયો છેઝાડેશ્વર મુકામે એક પ્લોટમાં રોક
જિલ્લામાં ૩ ચેક રીટન કેસમાં 2 આરોપીઓને 1 1વર્ષની કાળાવાસની સજા અને દંડ
ચેક રીટન કેસની સંખ્યાઓમાં સતત વધારો નોંધાયો છે રૂપિયા લીધા બાદ દેવાદારો પણ પોતાના બેંક એકાઉન્ટના ચેક આપતા હોય છે અને જ્યારે ચેક રીટર્ન થાય ત્યારે મામલો કોર્ટમાં પહોંચતો હોય છે આવા જ ચેક રિટર્ન કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીટન કેસમાં અલગ અલગ ચેક અને અલગ અલગ કેસમાં આરોપીઓને એક એક વર્ષની કાળાવાસ અને દંડનો હુકમ કરાયો છે
ઝાડેશ્વર મુકામે એક પ્લોટમાં રોકાણ કરવા માટે રૂપિયા આપવામાં આવ્યા હતા
ભરૂચના અશ્વમેઘ બંગલોઝ કસક ભરૂચ મુકામે રહેતા અને રીયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા આરોપી જયેશભાઈ આર શાહનાઓએ ફરિયાદી સમીરભાઈ જનકભાઈ ઠક્કર કે જેવો ફાઇનાન્સ કન્સ્ટ્રક્શન તરીકેના શેર મ્યુચ્યુઅલના ધંધા સાથે સંકળાયેલા છે અને આરોપી તેમનો ક્લાઈન્ટ થતો હોવાથી અંગત સંબંધને લીધે ફરિયાદીના ઘરે તેમજ ઓફિસે અવર જવર હોવાના કારણે વિશ્વાસ હોય જેના કારણે તેઓને ઝાડેશ્વર મુકામે એક પ્લોટમાં રોકાણ કરવા માટે રૂપિયા આપવામાં આવ્યા હતા અને નાણાકીય જરૂરિયાત ઊભી થયેલી હતી અને આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 12  લાખ તેમજ તેમની માતા પાસેથી 11 લાખ મળી કુલ રૂપિયા 23  લાખ ઉછીના મેળવ્યા હતા અને જ્યારે ફરિયાદીએ આરોપી પાસે રૂપિયાની માંગણી કરતા તેઓએ અલ્લા તલ્લા કરવા સાથે ફોન ઉપર જ ગમે તેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તેઓએ મોબાઇલમાં રહેલા રેકોર્ડિંગ સાથે ભરૂચમાં ન્યાયની આશાએ રાવ નાખી હતી અને આ કેસ 138 હેઠળ ચાલી જતા ફરિયાદી તેમજ તેમની માતાના વકીલ પરેશ બી પંડ્યાની દલીલો સાથે રજુ ચુકાદા અને રજૂઆત સાંભળી આરોપી જયેશ આર શાહને બંને કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી જેઠવાએ આરોપીને 1-1 વર્ષની કાળાવાસની સજા અને ચેકની રકમ 11 લાખ તેમજ 12  લાખ મળી કુલ ૨૩ લાખનું વળતર ફરિયાદી તેમજ તેમની માતાને ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે
ફરિયાદી પાસેથી પ્લોટના બાંધકામ કરી આપવાનું નામે રૂપિયા ૩ લાખ મેળવ્યા હતા
જ્યારે બીજા કેસમાં પણ ૩લાખના ચેક રીટર્ન કેસમાં ભરૂચ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી જેઠવાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદી મહેન્દ્રસિંહ સામંતસિંહ ગોહિલ અમી કન્સ્ટ્રક્શનના માલિક તેમજ આરોપી નિરંજન રમેશ પટેલ રહે આણંદના હોય ફરિયાદી પાસેથી પ્લોટના બાંધકામ કરી આપવાનું નામે રૂપિયા ૩ લાખ મેળવ્યા હતા અને તેના કરાર પણ કરવામાં આવ્યા હતા પરંતુ રૂપિયા લીધા બાદ પણ આરોપીએ કામ કર્યું ન હતું અને પરત રૂપિયાની ફરિયાદીએ માંગણી કરતા તેઓએ આપેલા ચેકમાં બેંકમાં જમા કરાવતા પૂરતા પ્રમાણમાં બેલેન્સ ન હોવાના કારણે પરત થયો હતો જેના કારણે ફરિયાદી મહેન્દ્ર ગોહિલે પોતાના વકીલ એન.એમ મિસ્ત્રી મારફતે આરોપી નિરંજન પટેલ સામે 138નો કેસ કર્યો હતો જે કેસ ભરૂચના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી જેઠવાની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા અને વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી નિરંજન પટેલને એક વર્ષની કાળાવાસની સજા અને ૩ લાખનું વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.