Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાના જરોદ પાસે ગમખ્વાર અકસ્માત, એક બાળક સહિત 4 લોકોના કમ કમાટીભર્યા મોત

વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટનાનો મામલોમુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુંરાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 5૦,૦૦૦ ની સહાય કરશેવડોદરા જિલ્લામાંથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધ્રૂજારી ઉઠે તેવો અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કમ કમાટીભર્યા મોત થયા છે. વળ
વડોદરાના જરોદ પાસે ગમખ્વાર અકસ્માત  એક બાળક સહિત 4 લોકોના કમ કમાટીભર્યા મોત
  • વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટનાનો મામલો
  • મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
  • રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 5૦,૦૦૦ ની સહાય કરશે
વડોદરા જિલ્લામાંથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધ્રૂજારી ઉઠે તેવો અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કમ કમાટીભર્યા મોત થયા છે. વળી અન્ય લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને આર્થિક મદદ કરવાનું કહ્યું છે. 
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
વડોદરાના હાલોલ હાઈવેને અડીને આવેલા જરોદ પાસે આજે વહેલી સવારે એક કાર અને ટ્રકનું અકસ્માત થયું હતું. આ કારનું પાર્સિંગ સુરતનું હોવાનું સામે આવ્યું છે. આ ભીષણ અકસ્માતમાં કાર કે જે એક એસયુવી (SUV) છે તેનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. આ અકસ્માત કેટલો ભયાનક હશે તેનો ખ્યાલ તમને તે વાતથી આવશે કે જેવું અકસ્માત થયું કે, ત્યા જ ઘટનાસ્થળે ચાર લોકોના મોત થઇ ગયા હતા. આ અકસ્માતમાં 1 બાળક 2 મહિલાઓ અને 1 પુરુષ છે. બાળક 8 વર્ષનું હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે લોકો કે જેમને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
કેવી રીતે બની ઘટના
સુરતની પાર્સિગની આ એસયુવી (SUV) હાલોલથી વડોદરા તરફ પસાર થઇ રહી હતી. તે સમયે જ જરોદ ગામ નજીક કાર ચાલકે સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. જે કાર પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી એક હરિયાણા પાર્સિંગની ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘુસી ગઇ હતી. 
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ
રઘાજી કિશોરજી કલાલ (ઉ.65)
રોશન રઘાજી કલાલ (ઉ.40)
પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35
રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08)

સમગ્ર ઘટના અંગે જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. થોડી જ ક્ષણોમાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માત જેણે પણ જોયો તેને ધ્રુજારી ઉઠી હતી.
મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ
વડોદરાના હાલોલ હાઈવેની અડીને બનેલી ઘટનાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોને મદદની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, "વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે." 

Advertisement



ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.