પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS આપત્તિના સમયમાં હંમેશા આગળ રહ્યાં: ગૃહ રાજ્યમંત્રીશ્રી
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિન ઉજવાયો હતો. જેમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.તેમણે સાંધ્ય સભામાં કહ્યું કે, આ ઐતિહાસિક ક્ષણà
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિન ઉજવાયો હતો. જેમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
તેમણે સાંધ્ય સભામાં કહ્યું કે, આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાની તક મળી તે માટે હું આપ સૌનો આભારી છું. આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજ અને આ BAPS સંસ્થા હંમેશા પ્રથમ ઊભા રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવનપરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. આ નગરમાં રોજ હજારો લાખો ભક્તો દર્શન કરવા આવે છે તે માત્ર સ્વામિનારાયણના જ ભક્તો નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચારોથી પ્રેરિત થઈને જીવનપરિવર્તનના ધ્યેય સાથે દેશ વિદેશમાંથી આવનાર નાગરિકો છે.
તેમણે કહ્યું કે, આ નગર એ માત્ર માત્ર એક ઉભો કરવામાં આવેલો પ્રોજેક્ટ નહી પણ આસ્થા અને મેનેજમેન્ટનું પ્રતિક છે. અહીં માનવ જીવનમાં ઉપયોગી થાય તેવા પ્રદર્શન છે. હજારો કાર્યકરો પોતાના કારોબાર, વેપાર અને પરિવાર છોડી વિદેશની ધરતીથી અહી આવી 600 એકરમાં નગર ઉભુ કર્યું છે. જ્યારે દોઢ વર્ષ પહેલા બ્રહ્મવિહારી સ્વામીને મળવાનું થયું ત્યારે તેઓએ ન ભુતો ન ભવિષ્યતી જેવું નગરની કલ્પના કરી હતી. અને એ કલ્પના સાકાર થયેલી દેખાય છે.
હર્ષભાઈ સંઘવીએ પ્રમુખ સ્વામીની પ્રતિમાના દર્શન કર્યા સાથે જ તેઓ દિલ્હીના અક્ષરધામ જેવી બનાવવામાં આવેલી અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ રેપ્લીકા, ગ્લો ગાર્ડન અને બાળનગરી પણ નિહાળી હતી. તેઓએ કહ્યું કે, હું મારા જીવનમાં અહીથી કંઈક નવુ શીખીને જઈ રહ્યોં છું. નગરની વચ્ચે રહેલી બાપાની આ પ્રતિમા કોઈ પણ બાજુએથી જુઓ બધી જ તરફથી તેમના દર્શન થઈ શકે. એવું લાગે જાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તમને જોઈને તમને આશિર્વાદ આપી રહ્યાં હોય તેવું લાગે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement