Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી

ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામભાઈ પટેલની બિનહરીફ વરણી થતા ડેરીની છાવણીમાં આનંદની લાગણી છવાઈ છે. ઘનશ્યામભાઈ પટેલે પ્રમુખ તરીકેની નિયુક્તિ થતા જ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 25થી 30નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. પ્રમુખ તરીકેની વરણી પૂર્વે ઘનશ્યામભાઈ પટેલે ડેરીના દહીંના પ્લાન્ટને એક્સપાન કરવા સાથે 16 જેટલા સ્ટાફ ક્વાટર્સનું લોકાà
દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી
ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામભાઈ પટેલની બિનહરીફ વરણી થતા ડેરીની છાવણીમાં આનંદની લાગણી છવાઈ છે. ઘનશ્યામભાઈ પટેલે પ્રમુખ તરીકેની નિયુક્તિ થતા જ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 25થી 30નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. પ્રમુખ તરીકેની વરણી પૂર્વે ઘનશ્યામભાઈ પટેલે ડેરીના દહીંના પ્લાન્ટને એક્સપાન કરવા સાથે 16 જેટલા સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ પણ કર્યા હતા.

ઘનશ્યામભાઈ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી
ભરૂચની દૂધધારા ડેરીમાં પ્રમુખ તરીકેની ચૂંટણી જિલ્લાના પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને મહામંત્રી ફતેસિંગ ગોહિલની હાજરીમાં ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઘનશ્યામભાઈ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી થતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા હતા.

ઘનશ્યામભાઈ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે
ઘનશ્યામભાઈ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરમાં તેઓ છેલ્લા 30 વર્ષથી તેઓ નેતૃવ કરે છે.નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળતા ઘનશ્યામભાઈ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.વર્ષ 2007-8માં તેઓ દુધધારા ડેરીના પ્રથમ વખત નિયુક્ત થયા હતા. ત્યારથી તેઓ સતત ડેરીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.2008માં 25000 પશુપાલક પરિવારો પાસેથી દૈનિક દૂધ કલેકશન 30 હજાર લીટર હતું. અને 27 કરોડનું ટર્ન ઓવર હતું.ઘનશ્યામભાઇ કુશળ વહીવટના કારણે આજે 1 (એક ) લાખ પશુપાલક પરિવારો રોજીરોટી મેળવે છે. જેમની પાસેથી 2,25000 લીટર દૂધ કલેકશન થાય છે. સાથે ટર્ન ઓવર 629  કરોડે પહોંચ્યું છે. ડેરીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પોતાનું કાર્યક્ષેત્ર ઉભું કર્યું છે. મહારાષ્ટ્રના ધૂળિયા, જલગાવ અને નંદુરબાર ખાતે પણ અંદાજે 25000 પરિવારો પાસેથી દૂધ ખરીદી તેમને રોજગારીની તકો આપી છે. 
ડેરીના ટેક્નિકલ સ્ટાફ માટેના કવાટર્સનું લોકાર્પણ કર્યું હતું
પ્રમુખ તરીકેની વરણી બાદ ઘનશ્યામભાઈ પટેલે પશુપાલકોના હિત માં દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 25  થી 30 નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ અવસરે ઘનશ્યામભાઈ પટેલે ડેરીમાં દહીંની 30 ટનની  ઉત્પાદન ક્ષમતાને 50 ટનની સુધી વધારી તેનો શુભારંભ કરાવ્યો હતો. સાથે ડેરીના ટેક્નિકલ સ્ટાફ માટેના કવાટર્સનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.