ભૂજના ધોરડો પાસે સફેદરણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
પતંગ મહોત્સવમાં19 દેશના 132 પતંગબાજો આવ્યા હતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાન અનેરો થનગનાટ જોવા મળ્યો હતોગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ, ભુજ વિસ્તારના ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટરજિલ્લા વિકાસ અધિકારી, ધોરડોના સરપંચ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે પતંગ બાજોનું સનà
પતંગ મહોત્સવમાં19 દેશના 132 પતંગબાજો આવ્યા હતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાન અનેરો થનગનાટ જોવા મળ્યો હતોગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ, ભુજ વિસ્તારના ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટરજિલ્લા વિકાસ અધિકારી, ધોરડોના સરપંચ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
આ તકે પતંગ બાજોનું સન્માન કરવામાં આવ્યું હતું.નેધરલેન્ડ,નેપાળ,મોરકો,ઓનાયસ ઓસ્પેશિયસ, ફિલિપાઈન્સ, પોલેન્ડ,પોર્ટુગલ,સાઉથઆફ્રિકા,સ્લોવેનિયા,રાજસ્થાન,સિકિમ,મદયપ્રદેશ,પોન્ડીચેરી,કર્ણાટક,ઓરીશા,ગુજરાત,પંજાબના પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો સફેદ રણ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો પતંગબાજોએ પોતાની પેચ લડાવી હતી તેની સાથે સાથે ધારાસભ્ય તેમજ પદાધિકારીઓએ પણ પતંગ ની મોજ માણી હતી
કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન,કરવામાં આવ્યું હતું કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઉલ્લેખનીય એ છે કે કચ્છના સફેદ રણનો નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડોના સફેદ રણમાં આવતા હોય છે દર વર્ષે પ્રવાસીઓ માટે કંઈક નવું જ કરવામાં આવે છે ખાસ કરીને સફેદ રણ નો નજારો એક આબેહૂબ જોવા મળે છે તેની સાથે સાથે આ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ક્રાફ્ટના સ્ટોલ, જુદી જુદી સંસ્કૃતિઓ નિહાળી શકે તે માટેના સ્ટોલ, બાળકો માટેના સ્ટોલ ઊભા કરવામાં આવે છે પતંગ મહોત્સવને લઈને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વિદેશી પ્રવાસીઓ પણ સફેદ રણમાં ઝૂમી ઉઠ્યા હતા
કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે.
આવતીકાલે બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે,ઉત્તરાયણના કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાડશે ,તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન પણ કરશે.પ્રથમ ઘટના બનશે કે કચ્છના રણમાં કોઈ બોલીવુડ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા આવવાના હોય.પ્રવાસન થકી એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે.બપોરે 1 વાગ્યે કાર્તિક આર્યન રણોત્સવ ખાતે પહોંચશે અને ઉત્તરાયણ હોવાથી રણમાં પતંગ પણ ઉડાડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement