Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી ટાણે રોકડની હેરફેર, સુરતની એક કારમાંથી પકડાયા રૂપિયા 75 લાખ રોકડા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરકાયદે રોકડ રકમની મોટેભાગે હેરફેર થતી હોય છે. ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ પણ થતી હોય છે. અને તેનાથી મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોય છે. જેને લઇને ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે. સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્
ચૂંટણી ટાણે રોકડની હેરફેર  સુરતની એક કારમાંથી પકડાયા રૂપિયા 75 લાખ રોકડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરકાયદે રોકડ રકમની મોટેભાગે હેરફેર થતી હોય છે. ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ પણ થતી હોય છે. અને તેનાથી મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોય છે. જેને લઇને ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે. સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્કિંગમાં ઊભેલી એક મહારાષ્ટ્ર પાસિંગની MH.04.ES.9907 નંબરની ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા પકડાયા છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા છે. .દરમ્યાન પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી .
ઈનોવા કારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના વીઆઈપી પાર્કિંગનું બી એન સંદીપ નામનું કાર્ડ પણ મળી આવ્યું છે..જે કારમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા છે, તે કાર મહારાષ્ટ્ર ના થાણા પાસિંગ ની છે, આ કારમાં સવાર હતા કુલ ત્રણ ઈસમ જે પૈકી એક ભાગી છૂટ્યો અને ડ્રાઈવર સહિત બે ને ડિટેન કરવામાં આવ્યા છે. ઇનોવા કાર વિનાયક ટ્રાવેલ્સના નામે હોવાનું સામે આવ્યું છે.ઇનોવા કાર માંથી પકડાયેલા રોકડા રૂપિયા ઉમેદવાર ને આપવા માટે મોકલવામાં આવ્યા હોવાનું અનુમાન વચ્ચે હવે SST ની સાથે સાથે આવક વેરા વિભાગ પણ તપાસમાં જોતરાયું છે.પૈસા લઈ ને આવનાર વ્યક્તિ ની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે..પોલીસ તપાસ માં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એક રાજકીય પક્ષની અગ્રણી છે. અને આ રોકડા નાણાં ચૂંટણીમાં ઉમેદવારોને આપવા માટે લાવવામાં આવ્યા હોઇ શકે છે.. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.