Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરિક્રમા મહોત્સવમાં અંબાજી આવતા માઇ ભક્તો ભોજન પ્રસાદ અવશ્ય લઈને જાય એની સતત દરકાર રાખતું જિલ્લા વહીવટી તંત્ર

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આજથી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ ખાતેના ભોજન પ્રસાદ કેન્દ્રની મુલાકાત લઈ યાત્રિકોની તમામ સુવિધાઓ યોગ્ય રીતે જળવાય એવું જિલ્લા કલેકટરે સુચન કર્યું હતુ.આરાસુરી અંબાજી માતા દેવસ્થાà
પરિક્રમા મહોત્સવમાં અંબાજી આવતા માઇ ભક્તો ભોજન પ્રસાદ અવશ્ય લઈને જાય એની સતત દરકાર રાખતું જિલ્લા વહીવટી તંત્ર
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આજથી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ ખાતેના ભોજન પ્રસાદ કેન્દ્રની મુલાકાત લઈ યાત્રિકોની તમામ સુવિધાઓ યોગ્ય રીતે જળવાય એવું જિલ્લા કલેકટરે સુચન કર્યું હતુ.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે અંબાજી ખાતે શરૂ થયેલા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' ના પ્રથમ દિવસે પધારેલા યાત્રિકો અને શ્રધ્ધાળુ માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેમની તમામ સુવિધાઓ સચવાય એ માટે તમામ સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી જે તે અધિકારીશ્રીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પંચ દિવસીય આ મહોત્સવમાં દરેક દિવસે યાત્રિકોની તમામ સુવિધાઓ યોગ્ય રીતે જળવાય એવી તાકીદ કરી હતી.
અંબાજી પરિક્રમા મહોત્સવમાં આવતા માઇભક્તો ભોજન પ્રસાદ વિના રહી ન જાય એની સતત દરકાર કરતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ભોજન પ્રસાદ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ યાત્રિકો નિરાંતે જમી શકે અને તેમને કોઈ અગવડ ન પડે એ બાબતની ખાસ તકેદારી રાખવા ભોજન સંચાલન કેન્દ્રના કર્મચારીઓને આદેશ કર્યો હતો. વધુમાં તેમણે યાત્રિકોની ભોજન સમયે બેઠક વ્યવસ્થા સચવાય, ધક્કામુક્કી ન થાય અને યાત્રિકો શાંતિથી ભોજન લઈ શકે એ માટે જરૂર પડે તો વધુ કાઉન્ટર ઉભા કરી વ્યવસ્થા જાળવવા અનુરોધ કર્યો હતો.
'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં ભાદરવી પૂનમના મેળાની જેમ જ યાત્રાળુઓના ભોજન પ્રસાદની સુવિધા સચવાય એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ ખાતે તમામ યાત્રિકો માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત યાત્રિકો ભીડ કે ધક્કામુક્કી વિના શાંતિથી જમી શકે એ માટે સાત કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મહોત્સવના પ્રારંભે 8 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.