ડભોઇમાં ઉમેદવાર રિપિટ ન કરવાની પરંપરા ભાજપે તોડી, શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા ફરી મેદાનમાં
આ બેઠક સાથે જોડાયો છે આ ઇતિહાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.આવી સ્થિતિમાં વાત કરીએ વડોદરા જિલ્લાની ડભોઇ વિધાનસભા બેઠકની,આ બેઠક સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે..જેમ કે 2017ની ચૂંટણી યોજાઇ તે પહેલા સુધી આ બેઠકનો ઇતિહાસ રહ્યો હતો કે અહીં કોઇપણ એક પક્ષ સળંગ બે વખત ચૂંટણી જીતી શકયો ન હતો.. પરંતુ2017માં આ પરંપરા તુટી..અને 2012ની ચૂંટણીમાં ભાજપના બાલકૃષ્ણ પટેલના વિજય બાદ અહીં 2017
Advertisement
આ બેઠક સાથે જોડાયો છે આ ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.આવી સ્થિતિમાં વાત કરીએ વડોદરા જિલ્લાની ડભોઇ વિધાનસભા બેઠકની,આ બેઠક સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે..જેમ કે 2017ની ચૂંટણી યોજાઇ તે પહેલા સુધી આ બેઠકનો ઇતિહાસ રહ્યો હતો કે અહીં કોઇપણ એક પક્ષ સળંગ બે વખત ચૂંટણી જીતી શકયો ન હતો.. પરંતુ2017માં આ પરંપરા તુટી..અને 2012ની ચૂંટણીમાં ભાજપના બાલકૃષ્ણ પટેલના વિજય બાદ અહીં 2017માં પણ ભાજપના ઉમેદવાર શૈલેષભાઇ મહેતા ઉર્ફે શૈલેષ સોટ્ટાની જીત થઇ હતી..આ બેઠકના નામે બીજીએક રસપ્રદ વાત એ પણ છે કે અહીં ભાજપે ક્યારેય ઉમેદવાર રિપિટ કર્યા નહોતા.. પરંતુ આ વખતે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે..અને ભાજપે આ બેઠક પર શૈલેષ સોટ્ટાને ફરી મેદાનમાં ઉતારી ઉમેદવાર રિપિટ ન કરવાની પરંપરા તોડી છે.
શું ભાજપ જીતની હેટ્રિક બનાવશે ?
જો આ વખતે અહીં શૈલેષ સોટ્ટા જીતશે તો આ બેઠક પર ભાજપ વિજયની હેટ્રિક બનાવશે. શૈલેષ મહેતાએ કહ્યું, “આ એક પ્રકારનો રેકોર્ડ છે કારણ કે ભાજપે ડભોઈ બેઠક પર ક્યારેય તેના ઉમેદવારને રિપીટ કર્યા નથી. હું પ્રથમ વ્યક્તિ છું જેને સતત બીજી વખત ટિકિટ મળી છે. અહીંના મતદારોએ રાષ્ટ્રીય કોંગ્રેસ ,જનતા પાર્ટી અને સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે.
અગાઉ ભાજપ-કોંગ્રેસને વારાફરતી અહીં જીત મળતી રહી હતી
1995થી આ બેઠક ભાજપ અને કોંગ્રેસના ખાતામાં વારાફરતી આવતી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ 1998માં ડભોઈ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2002માં તે ભાજપના સી.એમ પટેલ સામે હારી ગયા હતા. સિદ્ધાર્થ પટેલે 2007માં બીજેપીના અતુલ પટેલને હરાવીને સીટ પાછી જીતી હતી, પરંતુ તે 2012માં ભાજપના બાલકૃષ્ણ પટેલે આ બેઠક પર જીત મેળવી હતી. 2017માં ભાજપે આ બેઠક પર શૈલેષ સોટ્ટાને મેદાનમાં ઉતાર્યા હતા..અને શૈલેષ સોટ્ટાએ આ બેઠક પર જીત મેળવી હતી
આ પણ વાંચો - ઝઘડિયામાં પિતા-પુત્ર વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.