કોંગ્રેસના ઉમેદવારને ફોન ઉપર અભદ્ર ગાળો અને ધમકીનો ઓડિયો વાયરલ
અંકલેશ્વર બેઠક ઉપર સગા બે ભાઈ ચૂંટણી જંગમાંગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકીવાયરલ ઓડિયો પણ લોકોમાં ચર્ચાનો વિષયઅંકલેશ્વરમાં બે સગા ભાઈ ચૂંટણી જંગમાં છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષએ કોંગ્રેસના ઉમેદવારને ફોન ઉપર જ નગરપાલિકાની વાતને લઈ ગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકી આપી રહ્યા હોવાના ઓડિયોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાàª
- અંકલેશ્વર બેઠક ઉપર સગા બે ભાઈ ચૂંટણી જંગમાં
- ગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકી
- વાયરલ ઓડિયો પણ લોકોમાં ચર્ચાનો વિષય
અંકલેશ્વરમાં બે સગા ભાઈ ચૂંટણી જંગમાં છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષએ કોંગ્રેસના ઉમેદવારને ફોન ઉપર જ નગરપાલિકાની વાતને લઈ ગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકી આપી રહ્યા હોવાના ઓડિયોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે.
સગા બે ભાઈ ચૂંટણી જંગમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે અંકલેશ્વર બેઠક ઉપર સગા બે ભાઈ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને બંને ભાઈઓએ પ્રચાર પ્રસારમાં ધમધમાટ બોલાવ્યો હતો પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત હાંસલ કરનાર હોવાની વાતને લઈ તેઓએ ફટાકડા ફોડી નાખ્યા હતા અને ઓછું મતદાન ભાજપ માટે નુકસાનકારક હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
ગુમ કરી દેવાની ધમકી
અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલને ફોન ઉપર જ અભદ્ર ગાળો ભાંડવા સાથે ગુમ કરી દેવાની ધમકી આપી તું ક્યાં છે હું આવું જેવા અનેક શબ્દોનો ઉપયોગ કરી ફોન ઉપર જ ગાળા ગાળી કરાતી હોવાના ઓડિયોએ સમગ્ર ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે સંદીપ પટેલે કોંગ્રેસના ઉમેદવારને બે વખત સામેથી ફોન કરી ધમકીઓ આપી હોય અને ગાળો ભાંડી રહ્યા હોય તેવા ચોકાવનારા ઓડિયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement