માલેતુજારોને ટિકિટ આપી પાયાના હોદ્દેદારોને પડતા મૂક્યા હોવાના આક્ષેપ સાથે ખેસની હોળી કરાઈ
વાગરા તાલુકાના આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વાગરા ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના આજે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વાગરા વિધાનસભામાંથી જયરાજસિંહ રાજનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓ નારાજ થઈ પાર્ટીના બેનર સહિત ખેસને અગ્નિદાહ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો.તાલુકા બહારના વ્યક્તિનું નામવાગરા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ અને આજુબાજુ ગામના à
Advertisement
વાગરા તાલુકાના આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વાગરા ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના આજે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વાગરા વિધાનસભામાંથી જયરાજસિંહ રાજનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓ નારાજ થઈ પાર્ટીના બેનર સહિત ખેસને અગ્નિદાહ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો.
તાલુકા બહારના વ્યક્તિનું નામ
વાગરા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ અને આજુબાજુ ગામના લોકો દ્વારા જયરાજસિંહનું વિરોધ નોંધાવી પાર્ટીના ખેસ સહિત ઝંડાઓ અને બેનરો અગ્નિદાહ આપી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાલુકા બહારના વ્યક્તિને પાર્ટી દ્વારા પાર્ટીના લેટરપેડ પર જયરાજસિંહનું નામ જાહેર થતાં વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં પણ નારાજગી જોવા મળી હતી.
AAPની ખેસ અને બેનરોની હોળી કરાઈ
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં (Gujarat) પ્રથમ વાર અનેક વિધાનસભામાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં વાગરા વિધાનસભામાં વિવાદનો વંઘોર જોવા મળી રહ્યો છે તાલુકા બહારના વ્યક્તિનું પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઇ વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી અને આમ આદમી પાર્ટીના ખેત સહિત બેનરો ને અગ્નિદાહ આપી છે.
વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા વાગરા વિધાનસભાના વ્યક્તિનું નામ હોત તો પાર્ટીને જંગી બહુમતીથી જીત મળી શકત પરંતુ અન્ય તાલુકાના વ્યક્તિને પાર્ટી દ્વારા આજે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અન્ય તાલુકાના વ્યક્તિનું નામ જાહેર થતાં વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ વાગરા ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના ખેસ સહિત બેનોરોની હોળી કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.