Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન સંપન્ન થયું, ફેફસાના દાનથી સેશલ્સની મહિલાને મળ્યું નવુ જીવન

ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.સિવિલ હોસ્પિટલમાં ૯૬મું અંગદાન સંપન્ન થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું..અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને ફેà
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન સંપન્ન થયું  ફેફસાના દાનથી સેશલ્સની મહિલાને મળ્યું નવુ જીવન
ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.સિવિલ હોસ્પિટલમાં ૯૬મું અંગદાન સંપન્ન થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું..અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને ફેફસાનું દાન કર્યું.
આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના ૩૫ વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો.રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ ૧૭ મી ડિસેમ્બરે થયેલું આ અંગદાન ૯૬ મું અંગદાન હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ ૨૦૨૦ ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને ૨ વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ ૯૬અંગદાન થયા છે. આ ૯૬ અંગદાનમાં મળેલા ૩૦૩ અંગોને ૨૮૦ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.
આ સેવાયજ્ઞની વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી કહે  છે કે,રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનું સેવાકાર્ય વધુ વેગવંતુ બન્યું છે. 
ડો.જોષી ઉમેરે છે કે, રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળી રહ્યો છે.સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મંત્રીશ્રી ગૌરવભેર કહે છે કે, મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે.   
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.